શિવસેનાના એકનાથ શિંદે સહિતના 35 થી વધુ બાગી ધારાસભ્યોને ડુમસ રોડની લી-મેરિડિયન હોટલમાં રોકાવાથી લઇ ગુવાહાટી મોકલવા સુધીની તમામ વ્યવસ્થા ગુપ્તરાહે ભાજપે જ કરી હોવાની માહિતી સાંપડી છે. સોમવારે રાત્રે લા-મેરિડિયન હોટલમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ રાત્રિ રોકાણ કર્યું હતું. બાગી ધારાસભ્યો માટે તમામ વ્યવસ્થા ભાજપના સ્થાનિક નેતા સાથે પાલિકાના 3 પદાધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી.
બહાર કડક પોલીસ બંદોબસ્ત મૂકાયો હતો. સોમવારે રાતે 8 વાગ્યાથી ધારાસભ્યો આવવાના શરૂ થઇ ગયા હતા. એકનાથ શિંદે 40થી વધુ ખાનગી સિક્યુરીટી સાથે હોટલ પર આવ્યા હતા. મોડીરાત સુધીમાં 35 ધારાસભ્યો આવી ગયા હતા. ધારાસભ્યો બહાર ન જાય તે માટે હોટલની માત્ર 1 જ લીફટ ચાલુ રખાઇ. મોડી રાતે નીતિન દેશમુખમને રૂમમાં જવા પોલીસ તથા ભાજપના નેતાઓએ સમજાવતા તેમણે ગાળો ભાંડી હતી.
એક અધિકારીને મારવા સુધીની ધમકી આપી હતી. મંગળવારે હોટલમાં હાજર ભાજપના નેતાઓને પ્રદેશ લેવલથી ધારાસભ્યોને ગુવાહાટી ખસેડવા સુચના મળતા તમામ વ્યવસ્થા કરાઇ હતી. બીજીતરફ નીતિન દેશમુખે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, ગુજરાત પોલીસે તેમની સાથે મારપીટ કરી છે તો સામે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓ એટલા નશામાં હતા કે ઘેનનું ઈન્જેક્શન આપીને સૂવડાવી દેવા પડ્યા હતા.
સોમવારની રાત્રે શું શું થયું
બુધવારે વધુ 3 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા, કુલ 37 ધારાસભ્ય સહિત 87
સુરત એરપોર્ટથી ચાર્ડર ફ્લાઇટમાં ત્રણ ધારાસભ્ય સહિત છ લોકો ગુવાહાટી ગયા હતા. જેમાં ચંદ્રકાંત પાટીલ, યોગેશ કદમ, મંજુલા ગઠવી, ગોપાલ ગઠવી અને ગઠવી સહિતના પાંચેક સભ્યો હતા. જો કે, તેમને પગલે પોલીસ અધિકારીઓનો ફાફલો સુરત એરપોર્ટ પર પહોંચી ગયો હતો. સુરતથી મંગળવારે મધરાતે 37 ધારાસભ્યો સહિત 87 લોકો ચાર્ટર્ડ ફ્લાઇટ મારફત ગુવાહાટી પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.