સુરતના સમાચાર:રૂસ્તમબાગ મંદિરમાં ખારેક અને દાડમનો અન્નકૂટ ધરાવાયો, લિંબાયતમાં પોલીસે મેરેથોન યોજી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ખારેક અને દાડમનો ધરાવાયો હતો - Divya Bhaskar
ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ખારેક અને દાડમનો ધરાવાયો હતો
  • મિકેનિકો અને ગેરેજ સંચાલકોને ઈલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રિપેરિંગની ટ્રેનિંગ અપાઈ

સુરતમાં હાલ વરસાદી માહોલ વચ્ચે ધાર્મિક, સામાજિક અને રોજગારીને લગતાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. રૂસ્તમબાગ મંદિરમાં 555 કિલો ખારેક અને 60 કિલો દાડમનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. લક્ષ્મણજીવનદાસ સ્વામીની પ્રેરણાથી હરિકૃષ્ણદાસ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગુજરાત પદ્મશાલી મહાસભાનું પરવત ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી પાંચ હજારથી વધુ લોકો હાજર રહ્યાં હતાં. તો શહેરમાં વધતાં જતા ઈલેક્ટ્રિક વાહનોને લઈને તેની સર્વિસથી રોજગારી યુવાનોને મળી રહે તે માટે મિકેનિકો અને ગેરેજ સંચાલકો ટ્રેનિંગ અપાઈ હતી.

પોલીસ કમિશનરે મેડલ આપી પ્રથમ આવનારાને સન્માનિત કર્યા હતાં,
પોલીસ કમિશનરે મેડલ આપી પ્રથમ આવનારાને સન્માનિત કર્યા હતાં,

લિંબાયતમાં મેરેથોન યોજાઈ
સુરત શહેર પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ યુવાનો નશાથી દુર રહે તે માટે સુરત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે યુવાનો સ્પોર્ટ્સ તરફ આગળ વધે તે માટે સુરત પોલીસ દ્વારા વિવિધ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન લીંબાયત વિસ્તારમાં રન ફોર ફીટ સુરત મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરાથોનમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. તેમજ લોકોનો ઉત્સાહ વધારવા સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. આ મેરાથોનમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નબર લાવનારા યુવાનોને ટ્રોફી, મેડલ ઉપરાંત વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. તેમજ સુરત પોલીસ કમિશ્નર દ્વારા યુવાનો પાસે શહેરને નશા મુક્ત, અપરાધ મુક્ત અને ફીટ સુરત બનાવવા માટે સહયોગ આપવાના સપથ પણ લેવડાવામાં આવા હતા.

દેશભરમાંથી આવેલા સમાજના લોકોએ આગામી કાર્યક્રમોની જાહેરાતને વધાવી લીધી હતી.
દેશભરમાંથી આવેલા સમાજના લોકોએ આગામી કાર્યક્રમોની જાહેરાતને વધાવી લીધી હતી.

સમૂહ લગ્નો યોજાશે
સુરત ગુજરાત પદ્મશાલી મહાસભાનું પરવત ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું.SMC કામ્યુનિટી હોલ, પરવતગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં સુરત, અમદાવાદ, વડોદરા, ગણદેવી, બીલીમોરા, કલોલ, તેલંગાણા અને અન્ય પ્રાંતોથી 5000થી વધારે લોકો આવ્યા હતા. પદ્મશાલી સમાજમાં સામૂહિક લગ્ન માટે આવતી 3 મહિનામાં કાર્ય કરવામાં નિર્ણય લેવાયો હતો.
સાથે જ પદ્મશાલી સમાજના કારીગરો માટે વીમાં પોલિસી લેવાનો નિર્ણય કરાયો હતો.

ઈ વ્હિકલ રિપેરિંગ અંગેની તાલિમ અપાઈ હતી
ઈ વ્હિકલ રિપેરિંગ અંગેની તાલિમ અપાઈ હતી

યુવાનોને રોજગારી મળશે
ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાતમાં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે મિકેનિશિયન અને ગેરેજના માલિકોને નવી રોજગારી મળી રહે તે માટે તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાની મોટો ડિરેક્ટર જેનીશ શાહએ જણાવ્યું હતું કે, દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જોવા મળે છે. ત્યારે આ નવી રોજગારીની તક છે. જેમાંથી ભવિષ્યમાં સારી એવી કમાણી સાથે યુવાનોને રોજગારી પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...