મેક ઇન ઇન્ડિયા:મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકા ધારણ કરશે સુરતમાં બનેલો તાજ; અમેરિકા-ચીનના ટ્રેડવૉરનો ફાયદો ગુજરાતને મળ્યો

સુરત2 વર્ષ પહેલાલેખક: મીત સ્માર્ત
  • કૉપી લિંક
આ તાજ મિસ વર્લ્ડ અમેરિકા સ્પર્ધાનો છે. - Divya Bhaskar
આ તાજ મિસ વર્લ્ડ અમેરિકા સ્પર્ધાનો છે.
  • 25 દિવસ સુધી 10 કર્મચારીએ રોજની 8-8 કલાક મહેનત કરીને તાજને એપ્રુવ માટે મોકલવામાં આવ્યો
  • 650 કેરેટ હીરા, 500 ગ્રામ સિલ્વર અને 150 પીસ એમરેલ્ડથી કરોડોની કિંમતનો તાજ બનાવ્યો

દર વર્ષે ચાઇના અને હોંગકોંગમાં તૈયાર થતો મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન પ્રથમ વખત આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીને બનાવવા માટેનું કામ મળ્યું છે. 25 દિવસ સુધી કંપનીના 10 કર્મચારીએ રોજની 8-8 કલાક કરેલી મહેનતને અંતે 650 કેરેટ હીરા, 500 ગ્રામ સિલ્વર અને 150 પીસ એમરેલ્ડથી કરોડોની કિંમતનો આ તાજ બનાવ્યો છે.

ચાંદીમાં તૈયાર થયેલા તાજને અપ્રુવ મળ્યા બાદ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવશે.
ચાંદીમાં તૈયાર થયેલા તાજને અપ્રુવ મળ્યા બાદ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવશે.

તાજને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો
આ વખતે થોડા દિવસમાં યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા પ્રતિયોગિતા માટે સુરતની જેમ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટને 500 ગ્રામ સિલ્વર, 650 કેરેટના 318 હીરા અને 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને કરોડોની કિંમતનો તાજ તૈયાર કરીને અમેરિકા મોકલી આપ્યો છે. વધુમાં, મિસ વર્લ્ડ અમેરિકાની જેમ જ ત્યાં યોજાતી મિસ ટીન અમેરિકા માટેનો તાજ પણ સુરતની આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેને ચાલુ સપ્તાહ દરમિયાન એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ બન્ને તાજનું મૂલ્ય કરોડોમાં છે.

ક્રાઉનની ચમક લાંબો સમય રહે એ માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.
ક્રાઉનની ચમક લાંબો સમય રહે એ માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.

25 દિવસમાં 10 કર્મચારીએ 650 કેરેટના 318 હીરા, 500 ગ્રામ સિલ્વર અને 150 પીસ એમરેલ્ડથી તાજ બનાવ્યો
સૌપ્રથમ આ ક્રાઉનની પેપર પર ડિઝાઈન તૈયાર કરાવીને તેનું એક મોડલ બનાવાયું હતું. ત્યાર પછી તેના આધારે વેક્સનું મોડલ તૈયાર કર્યા બાદ તેના પર જ ચાંદીથી આખો ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ડાયમંડ અને એમરેલ્ડ સેટિંગ્સ કરવામાં આવ્યાં, અંતે પોલિશિંગ કરવામાં આવ્યું છે. આ તાજને બનાવવામાં જ 25 દિવસ અને 10 કર્મચારીની ટીમ જોતરાઈ છે. આ ક્રાઉનની ચમક લાંબો સમય રહે એ માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.

7 વન્ડર્સના પેન્ડટથી પ્રભાવિત થતાં કામ મળ્યું
તાજ તૈયાર કરવાનું કામ સુરતને કઈ રીતે મળ્યું એ અંગે યુવા ઉદ્યમી ગૌરાંગ રામાણી જણાવે છે, કંપનીનું આર એન્ડ ડી વિભાગ હું જ સંભાળું છે. વર્ષમાં 8થી 10 મહિના આર એન્ડ ડી અને વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી માર્કેટમાં ક્યા પ્રકારની જ્વેલરીઓની ડિમાન્ડ આવી છે એ જાણવા માટે હું ટ્રાવેલ કરું છે. અમારી કંપનીએ ડાયમંડ-ગોલ્ડના 7 વન્ડર્સ (7 અજાયબી)નાં હેવી પેન્ડેટ તૈયાર કર્યાં હતાં, જેને હું એ તાજ તૈયાર કરવા આપનારને બેવર્લી હિલ્સ ખાતે થયેલી અમારી એક મુલાકાતમાં બતાવ્યા હતા. હેન્ડમેડ 7 વન્ડર્સની મેકિંગ અને ડિઝાઈનથી તેઓ પ્રભાવિત થયા અને અમને એટલે કે સુરતને મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા માટેનો તાજ બનાવવા માટે આપ્યો હતો, જે એક સુરતી તરીકે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો એ કરોડોમાં છે. મિસ વર્લ્ડ અમેરિકાનો તાજ એક માસ અગાઉ જ એક્સપોર્ટ થઈ ચૂક્યો છે, જ્યારે મિસ ટીન અમેરિકાનો તાજ તાજેતરમાં જ તેની સાઈઝ સહિતની વિવિધ એપ્રુવલ માટે ચાંદીના બેઝ પર બનાવીને એપ્રુવલ માટે મોકલવામાં આવ્યો છે, જેને એપ્રુવલ મળ્યા બાદ સોનાના બેઝ પર બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...