સુરતના ડુમસ રોડ પર આવેલી શ્રીયાદેવી ભાગીરથ રાઠી માહેશ્વરી વિદ્યાપીઠના 20 વર્ષ પૂર્ણ થવા પર તેના બે દિવસીય વાર્ષિક કાર્યનું સમાપન થયું. વાર્ષિક ઉત્સવના મુખ્ય અતિથિ અમન સૈની, એરપોર્ટ ડાયરેક્ટર, સુરત એરપોર્ટ હતા. આ કાર્યક્રમમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.સાથે જ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ તેમજ શેઠ સીડી બરફીવાલા કૉલેજના વિદ્યાર્થીઓ સાથે 'ક્લાયમેટ ચેન્જ'ની ગંભીરતાઓ બાબતે યોજાયેલા સંવાદમાં વિરલ દેસાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ યોજ્યા
શ્રીયાદેવી ભાગીરથ રાઠી માહેશ્વરી વિદ્યાપીઠના બે દાયકા થયા છે. જે અંગે ચેરમેન હરિશંકર તોસનીવાલે કહ્યું કે, આ તેમના માટે ગર્વની ક્ષણ છે. તેઓ વિદ્યાર્થીઓની મહેનતથી સંતુષ્ટ છે. સચિવ મહેન્દ્ર ઝવર શ્રોતાઓની આ ઉમંગથી અભિભૂત થતા કહ્યું કે, આવી ક્ષણો વધુ વિકાસ કરવા માટે નિશ્ચય અને ધીરજ આપે છે.
વૃક્ષારોપણ કરાયું
આ વૃક્ષારોપણ તેમજ જાગૃતિ અભિયાનનું આયોજન 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન' મુવમેન્ટ અંતર્ગત થયું હતું. જ્યાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન ખાતે પ્રથમ તબક્કામાં સોથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. તો પાલના અન્નપૂર્ણા મંદિર ખાતેના અન્ય વૃક્ષારોપણના કાર્યક્રમમાં બરફીવાલા કૉલેજના એનએસએસના વિદ્યાર્થીઓ પણ સામેલ થયાં હતાં. જે બંને જગ્યાએ ગ્રીનમેન વિરલ દેસાઈએ ક્લાયમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા વ્યક્તિગત ધોરણે 'પર્યાવરણ સેનાની' કઈ રીતે બની શકાય એ વિશે માર્ગદન આપ્યું હતું. ઉપરાંત હાલમાં આપણે જે તાપમાનનો સામનો કરી રહ્યાં છીએ એ તાપમાનનો ભવિષ્યમાં ભોગ ન બનીએ એ માટે કયા પ્રકારના વૃક્ષો આપણી આસપાસમાં હોવા જોઈએ એ વિશે પણ વિરલ દેસાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.