તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા અકસ્માત:સુરતના 11 મૃતકોના પરિવારજનોને ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલે સાંત્વના પાઠવી, ઘટનાને દુઃખદ ગણાવી

સુરત5 મહિનો પહેલા
પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી તેમના દુઃખમાં સહભાગી થયા છીએઃ પાટીલ - Divya Bhaskar
પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી તેમના દુઃખમાં સહભાગી થયા છીએઃ પાટીલ
  • સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ પાટીલ સાથે હાજર રહ્યા

વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. જેથી આહીર સમાજના 11 લોકોના મોત નીપજ્યાં હતા. આ મૃતકોમાં સુરતના પુણા અને વરાછા વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. જેથી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ સાથે રહ્યા હતા.

આ પણ વાંચો, સુરતના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારનો આક્ષેપ, 4 કલાક સુધી ઈજાગ્રસ્તો સારવારની રાહમાં તરફડતા રહ્યા, 2થી 3 ઇજાગ્રસ્તને હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા

આ ખૂબ જ દુઃખદ ઘટના છેઃ પાટીલ
સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. વડોદરા ખાતે ઘટના બન્યા બાદ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. સારવારની જવાબદારીઓ લેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી તેમના દુઃખમાં સહભાગી થયા છીએ. આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ટેલિફોનિક સંપર્કમાં હતા અને તમામ વ્યવસ્થાઓ કરાવી હતી.

આ પણ વાંચો, વડોદરાના અકસ્માતમાં આહીર સમાજના એક જ પરિવારના 5 સભ્યનાં મોત, એક મૃતક યુવકના લગ્ન આ વર્ષે જ થવાના હતા

ઘટના શું હતી?
સુરતના વરાછા અને પુણા ગામ વિસ્તારના આહીર સમાજના 27 લોકો સુરતથી ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. ધાર્મિક પ્રવાસ માટે આઈશર ટેમ્પોની વ્યવસ્થા કરી હતી. રાત્રે 11 વાગ્યે આ 27 લોકો પાવાગઢ રવાના થયા હતા. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર વાઘોડિયા પાસે ઉભેલા ટ્રેલરમાં આઈશર ટેમ્પો ઘૂસી ગયો હતો. જેમાં ઘટના સ્થળે જ 9ના અને બેના વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયા હતા. 11 લોકોના મોતની જાણ થતા સુરતના વરાછા અને પુણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો