તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ પ્રમુખે જ માસ્કનો ઉલાળિયો કર્યો:કોંગ્રેસને જવાબ આપવા આવેલા સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં માસ્ક કાઢ્યું, બે માસ્ક તો દૂર એક પણ ન પહેરી શક્યા

સુરતએક મહિનો પહેલા
બીજી લહેરમાં એક માસ્ક પુરતું નથી બે પહેરવાની જરૂર છે પણ પાટીલ તો સિંગલ માસ્ક પણ નથી પહેરતા
  • સી.આર.પાટીલને કોરોનાનો ખૌફ નથી
  • કોરોનાના કહેર વચ્ચે કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન

મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રનો જવાબ આપવા કૉંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળ્યો હતો. આ સાથે જેપી નડ્ડાને જવાબમાં કહ્યું હતું કે, જ્યારે લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા, ત્યારે મોદી પોતાના મહેલના નિર્માણ અને રેલીઓ પર ધ્યાન આપી રહ્યા હતા, આ વાતને લોકો ક્યારેય નહીં ભૂલે. ત્યારે હવે ભાજપના નેતાઓ પણ નડ્ડાના સપોર્ટમાં આવ્યા છે. સુરતમાં સીઆર પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે, તેને રોકવાનું કામ સોનિયા ગાંધી કરશે ખરા?

જો કે આ પ્રેસ કોન્ફરન્સ પાટીલે માસ્ક વિના જ સંબોધી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા માસ્ક ઉતારી દીધું હતું. સામાન્ય લોકોને માસ્કનો રૂ.1000નો દંડ ફટકારતું તંત્ર શું સી.આર.પાટીલને માસ્કનો દંડ ફટકારશે?

કોવિડ ટાસ્ક ફોર્સ બે માસ્ક પહેરવાનું સૂચન કરે છે પણ પાટીલ તો એકપણ નથી પહેરી શકતા
કોવિડ ટાસ્ક ફોર્સ બે માસ્ક પહેરવાનું સૂચન કરે છે પણ પાટીલ તો એકપણ નથી પહેરી શકતા

પશ્ચિમના દેશોમાં યુવાઓને રસી આપવાનું શરૂ નથી કર્યું: સી.આર.પાટીલ
પાટીલે જણાવ્યું હતું કે, આપણા કોરોના યોદ્ધાઓની મદદથી ભારત દ્વારા હાલ કોવિડના વિવિધ રોગચાળા સામે યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે. દુનિયામાં રસીકરણનું સૌથી વ્યાપક અભિયાન આપણા દેશમાં હાથ ધરવામાં આવેલું છે. ભારતે રસીકરણની જે વ્યૂહરચના ચપનાવી છે તે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ પૈકી એક છે આપણે જાન્યુઆરી મહિનાથી જ રસીકરણનો પ્રારંભ કરી દીધો હતો અને સુનિશ્ચિત કર્યું હતું કે કોરોના ચોદ્ધાઓને સૌથી પહેલા રસી મળે. તેને કારણે કોરોના રોગચાળાના બીજા તબક્કાનો સારી રીતે મુકાબલો કરવામાં આપણને મદદ મળી. ભારતમાં યુવાનોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જ્યારે પશ્ચિમના ઘણા દેશોએ હજુ તેમની યુવા પેઢીને રસી આપવાનું શરૂ પણ નથી કર્યું એ તમે સારી રીતે જાણતા રહ્યો તેની મને ખાતરી છે.

માસ્ક વિના પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહેલા પાટીલ
માસ્ક વિના પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહેલા પાટીલ

‘ભારત સરકારે પણ કરોડ ભારતીયોને નિઃશુલ્ક રાશન પૂરું પાડ્યું’
પાટીલે વધુમાં જણાવ્યું કે, 2020માં રોગચાળો ફેલાયો ત્યારથી તેનો મુકાબલો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના તમામ વિભાગ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. તબીબી સુવિધાઓ વધારવાની બાબતને પ્રાથમિકતા આપવામાં ખાવી રહી છે અને એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, કોરોનાનો ભોગ બનેલા લોકોને પૂરતી સારવાર સુવિધા મળે કોવિડને નાથવા માટે પૂરતી દવાઓ તેમજ અન્ય તમામ જરૂરી સામગ્રી સૌને ઉપલબ્ધ થાય એ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. 2020માં આઠ મહિના સુધી ભારત સરકારે પણ કરોડ ભારતીયોને નિઃશુલ્ક રાશન પૂરું પાડ્યું હતું, એ જ કામગીરી હજુ પણ ચાલુ જ છે.

‘કોંગ્રેસ પક્ષની વર્તણૂકથી મને આશ્ચર્ય નહીં પણ દુ:ખ થયું’
સી.આર.પાટીલે વધુમાં ઉમેર્યું કે, પરંતુ આવા પડકારજનક સમયે કોંગ્રેસ પક્ષની વર્તણૂકથી મને આશ્ચર્ય નહીં પણ દુ:ખ થયું છે. તમારા પક્ષના જૂજ સભ્યો (બીજા અનેક નિઃસ્વાર્થી નાગરિકોની જેમ) જરૂરિયાતમદ લોકોને મદદ કરવા નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે, છતાં તમારા પક્ષના કેટલાક ટોચના નેતાઓ સતત નકારાત્મકતા ફેલાવીને અન્ય લોકોની કામગીરીને ધૂળમાં મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...