તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાયલોટ પ્રોજેકટ:ગુજLISHનો રિપોર્ટ પોઝિટિવ, અમલ માટે સરકાર નિર્ણય લેશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમલીકરણ માટે એક્સપર્ટ શિક્ષકોની ટીમ બનાવી ટ્રેનિંગ અપાશે

સુરતની શાળાઓમાં ચાલતા ગ્લોબલ ગુજરાતી માધ્યમના પાયલોટ પ્રોજેકટનો અમલ કરવો કે નહીં? તે અંગે શિક્ષણ વિભાગે ડો.દક્ષેશ ઠાકર સહિત 12 સભ્યોની નિમણૂક કરી હતી. તેમણે શાળામાં ચાલતા ગ્લોબલ ગુજરાતી માધ્યમનો પ્રોજેક્ટની સમીક્ષા કરીને તેનો રિપોર્ટ તૈયાર કરી રાજય સરકારને આપ્યો છે. જે રિપોર્ટ પોઝિટવ બન્યો હોવાનું જણાય આવે છે. જેથી હવે રાજ્યની શાળામાં અમલ કરવો કે નહીં? તેનો નિર્ણય આગામી દિવસોમાં સરકાર લેશે.

મનપસંદ ભાષામાં વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા
ગ્લોબલ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા તેઓને ગુજરાતીમાં કે પછી અંગ્રેજીમાં ઉત્તર લખવા માંગે છે તે પુછવામાં આવે. વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવા માટે શિક્ષકોની ટીમ તૈયાર કરી ટ્રેનિંગ અપાશે.આ ઉપરાંત જે તે વિષયમાં કે પછી જે તે ટોપીકને સારી રીતે અને નવી રીતે અભ્યાસ કરાવતા હોય તેવા શિક્ષકોની ટીમ બનાવાશે. જે ટીમ વેબિનારથી અન્ય શિક્ષકોને ટ્રેનિંગ આપશે. જોકે, આ ટીમ બનાવવા માટે શાળાના આચાર્ય અને સંચાલકો પાસેથી જે તે વિષયમાં સારી રીતે અભ્યાસ કરતા શિક્ષકોના નામ મંગાવાયા છે. આગામી દિવસોમાં યોજાનારી બેઠકમાં શિક્ષકોના નામ રજૂ કરી તેમની ટીમ બનાવી ટ્રેનિંગ અપાશે.

અન્ય સમાચારો પણ છે...