• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Guideline 5 Big Programs Of Ravana Dahan Including Adarsh Ramlila Canceled In Late Coming City, Symbolic Burning In Bhatar Ram Mandir Only

ભાસ્કર વિશેષ:ગાઇડલાઇન મોડી આવતાં શહેરમાં આદર્શ રામલીલા સહિત રાવણ દહનના 5 મોટા કાર્યક્રમો રદ, માત્ર ભટાર રામમંદિરમાં સાંકેતિક દહન

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા બે વર્ષથી શહેરમાં રાવણ દહનનો એક પણ કાર્યક્રમ થયો નથી

45 વર્ષમાં સતત બીજા વર્ષે આદર્શ રામલીલા ટ્રસ્ટે શહેરમાં સાર્વજનિક રાવણ દહન અને રામલીલાનું આયોજન રદ કર્યું છે. આ વખતે ગાઇડલાઇન મોડી આવતાં કાર્યક્રમો રદ કરવા પડ્યા છે. શહેરમાં 5 જગ્યાએ સાર્વજનિક રાવણ દહન થાય છે, જેમાં વીઆપી રોડ વેસુ ખાતે આદર્શ રામલીલા ટ્રસ્ટ 65 ફૂટના, લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડ પર 51 ફૂટના, ભટાર રામ મંદિર ખાતે 25 ફૂટના રાવણનું દહન કરાય છે. આ સિવાય ઉમરામાં પણ 2 જગ્યા પર 20થી 25 ફૂટના રાવણનું દહન કરાય છે. આદર્શ રામલીલા ટ્રસ્ટના મંત્રી અનિલ અગ્રવાલે જણાવ્યું કે, ગાઇડલાઇન 2 મહિના પહેલાં મળવી જરૂરી છે. કેમ કે કારીગરો બહારગામથી આવે છે.

સિંગાપુરી વાડીમાં વર્ષ 1976માં સૌપ્રથમ સાર્વજનિક રાવણ દહન કરાયું હતું
વર્ષ 1976માં સિંગાપુરી વાડી ખાતેથી સુરતમાં સાર્વજનિક રાવણ દહનની શરૂઆત આદર્શ રામલીલા ટ્રસ્ટે કરી હતી. ત્યારબાદ ઘોડદોડના મોહન પાર્ક ખાતે, ચૌપાટી પાસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર, યુનિવર્સિટી રોડ પર, પીપલોદ, એસ.ડી. જૈન સ્કૂલ પાસે અને કોવિડ પહેલા છેલ્લા 2-3 વર્ષથી વીઆપી રોડ વેસુ ખાતે પાલિકાના પ્લોટ પર રાવણ દહન થાય છે. હાલ રામલીલા વેસુના રામલીલા મેદાન ખાતે યોજાય છે.

2 મહિના પહેલાં મંજૂરી જરૂરી
રાવણ દહન પહેલા રામલીલા યોજાય છે. જેમાં દરરોજ 5 હજારથી વધુ લોકો સામેલ થાય છે. રામલીલા કરતા 30થી 35 કલાકારો વૃંદાવનથી આવે છે. - અનિલ અગ્રવાલ, મંત્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ સુરત

સતત ત્રીજા વર્ષે આયોજનો રદ
આ વર્ષે ગાઇડલાઇન ખુબજ મોડી આવી હોવાથી આયોજન રદ કરાયું છે. 2019માં વરસાદના લીધે અને 2020માં કોરોનાને લીધે રદ કરાયું હતું. - સંજય પાટીલ, આયોજક નીલગીરી ગ્રાઉન્ડ, લિંબાયત

7 ફૂટના રાવણનું સાંકેતિક દહન
સમયસર પરવાનગી ન મળતાં રાવણ દહનનો મોટો કાર્યક્રમ રદ કરાયો છે. માત્ર 7 ફૂટના રાવણનું સાંકેતિક દહન કરાશે. અગાઉ 25-30 ફૂટ સુધીના પૂતળાનું દહન કરાતું હતું. - કિશન નંદવાની, ટ્રસ્ટી રામમંદિર ભટાર

​​​​​​​રાવણના પૂતળાંની આતિશબાજી માટે પણ બહારના કારીગરો
આ વર્ષે રાવણનાં પૂતળાં બનાવવા મથુરાના મુશ્તાકભાઈને બોલાવાયા નથી. આતિશબાજી માટે પણ સુરત, વડોદરા અને ગાઝિયાબાદના કારીગરો આવે છે.

અન્ય સમાચારો પણ છે...