તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 33 વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. રવિવારે તેઓની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જોડાયા હતા. અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી.
ડાયરીમાં જીવવું અઘરૂ છે લખી આપઘાત કર્યો
ઉધના પોલીસની પટેલ નગર ચોકીના 33 વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવવું અઘરું છે.મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખી જીવન ટૂંકાવ્યું હતું.ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલાએના ફાલસાવાડી સ્થિત 103 નંબરના ફ્લેટે પહોંચી એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે.
આ પણ વાંચોઃ આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI, પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા
પીએસઆઈ અમિતા પતિ,પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા.વર્ષ 2013માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા.મૂળ અમરેલીના વતની અમિતા જોશીનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેઓના આપઘાત બાદ રવિવારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રભુની આંખે તેઓની અંતિમ યાત્રામાં જોડાયા હતા.
મેરેજ એનિવર્સરીએ આપઘાત
પીએસઆઈ અમિતા જોશીની ગતરોજ મેરેજ એનિવર્સરી હતી. મેરેજ એનિવર્સરીના દિવસે જ તેઓ નાઈટ ડ્યુટીમાંથી આવ્યા બાદ પતિ સાથે ટેલિફોનિક ઝઘડો થયો હતો. જે બાદ તેમણે આપઘાત કરી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એકના એક દીકરાએ માતા ગૂમાવી
અમિતા જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં. અમિતા જોશીના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. અમિતા જોશીના આપઘાતના પગલે પાંચ વર્ષનો સંતાને માતા ગૂમાવવાની ફરજ પડી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.