ટાઈમ ટેબલ જાહેર કરવા માગ:સેમેસ્ટર-5ની ફાઈનલ એક્ઝામ બાકી છતાં GTUએ છઠ્ઠું સેમેસ્ટર શરૂ કરવા નોટિસ મુકી, સુરતના કલેક્ટરને આવેદન આપી ABVPના સૂત્રોચ્ચાર

સુરત7 મહિનો પહેલા
જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લીધા વિના મનસ્વી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો: ABVP

ABVP(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા GTU(ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી)ની પરીક્ષા મામલે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદન પત્રમાં રજૂઆત કરતા ABVPએ લખ્યું છે કે, હાલમાં જ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2021થી એન્જિનિયરીંગ શાખાની અલગ અલગ ફેકલ્ટીઓમાં છઠ્ઠા સેમેસ્ટરનો અભ્યાસક્રમ શરુ કરવા અંગેની નોટિસ મૂકવામાં આવેલી છે.

જ્યારે આ તમામ ફેકલ્ટીઓના સેમેસ્ટર-5ના વાઈવા તથા ફાઈનલ પરીક્ષાઓ લેવાની બાકી હોવા છતાં જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લીધા વિના મનસ્વી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણયનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે.

જો 5 દિવસમાં માંગ પૂરી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી
જો 5 દિવસમાં માંગ પૂરી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી

વાઈવા તથા પરીક્ષાનું ટાઈમટેબલ તાત્કાલિક ધોરણે જાહેર કરવા માગ
તેની સાથે જ જીટીયું દ્વારા દર વખતે પરીક્ષાઓનું સમયપત્રક ખૂબ જ ટૂંકાગાળામાં જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓની યોગ્ય તૈયારી કરી શકતા નથી. આ બાબતોને ધ્યાનમાં રાખી ABVP એન્જિનિયરીંગ શાખાની અલગ અલગ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-5 વાઈવા તથા પરીક્ષાનું સમયપત્રક જીટીયુ તાત્કાલિક ધોરણે જાહેર કરે તેવી માંગણી કરે છે. માત્ર એટલું જ નહી જો 5 દિવસમાં માંગ પૂરી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

છઠ્ઠા સેમેસ્ટરની એક્ઝામ લેવાનું સર્ક્યુલેશન બહાર પાડ્યો છે, તેને તાત્કાલિક અસરથી પરત ખેંચવા માટેની માંગ
છઠ્ઠા સેમેસ્ટરની એક્ઝામ લેવાનું સર્ક્યુલેશન બહાર પાડ્યો છે, તેને તાત્કાલિક અસરથી પરત ખેંચવા માટેની માંગ

આ અંગે વિદ્યાર્થિની ધૃતિ ભટ્ટે જણાવ્યું કે જીટીયુ દ્વારા જે છઠ્ઠા સેમેસ્ટરની એક્ઝામ લેવાનું સર્ક્યુલેશન બહાર પાડ્યો છે, તેને તાત્કાલિક અસરથી પરત ખેંચવા માટેની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે તે માટે અમારી માંગ છે કે પરીક્ષાનું સમય પત્રક પણ યોગ્ય સમયે આપી દેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...