ચકાસણી:બોગસ બિલિંગ અટકાવવા GST હવેેથી બે વાર સ્પોટ વિઝિટ કરશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અગાઉ નંબર આપવા પહેલા અધિકારીઓ સ્થળ ઉપર જતા હતા હવે નંબર આપ્યા બાદ પણ ડિલર કામ કરે છે કે નહીં તે ચકાસાશે

બોગસ બિલિંગ અટકાવવા માટે હવે જીએસટીએ સ્પોટ વિઝિટ પર જોર આપ્યુ છે. જેમાં નંબર લેતા અગાઉ તો અધિકારીઓ જે તે સ્થળે જતાં જ હતા હવે, નંબર આપ્યા બાદ ડિલર ખરેખર કામ કરે છે કે નહીં એ ચકાસવા માટે પણ ટીમ એક્ટિવ કરવામાં આવી છે. નોંધનીય છે કે જીએસટી લાગુ થયા બાદના ચાર વર્ષમાં સુરતથી 11 હજાર કરોડ જેટલું તોતિંગ બોગસ બિલિંગ આચરાયુ છે. જેને પગલે જીએસટી વિભાગ દ્વારા બારીકાઈ પૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.

સેન્સેટિવ કોમોડિટી પર જીએસટીની ખાસ નજર
જીએસટી અધિકારીએ કહ્યુ કે, સેન્સેટિવ કોમોટિડી પર ખાસ નજર રાખી છે. જેમાં જીએસટીનો દર સૌથી વધુ હોય છે. તેમાં ચોરી થવાની સંભાવના વધુ હોય છે. સેન્સેટિવ કોમોડીટીમાં સ્ક્રેપ ઉપરાંત પાન-મસાલા અને પ્લાયવુડ સહિતની આઇટમ હોય છે. આ પ્રકારના નવા ધંધા માટેની જ્યારે અરજી આવે ત્યારે તેને ચકાસી નંબર આપ્યા બાદ પણ ચકાસણી કરવામાં આવે છે.

તપાસ બાદ 60 થી વધુ નંબર રદ કરાયા
તાજેતરમાં સ્પોટ વેરિફિકેશનમાં 60 નંબર રદ થયા છે. અનેક સ્થળે એવું નોંધવામાં આવ્યું હતું કે, વેપારીનું એડ્રેસ ખોટું હતંુ, ઉપરાંત ધંધા માટે જગ્યા પ્રતિકૂળ ન હતી.

2હજાર કરોડના કેસમાં 140થી વઘુને સમન્સ
આઈટીએ અત્યાર સુધી બોગસ બિલિંગના બે હજાર કરોડના કેસમાં 140 થી વધુ લોકોને સમન્સ આપી જવાબ લીધા છે. જીએસટીમાંથી નામ આવતા તપાસ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...