તપાસ:ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી એક્સપોર્ટ કૌભાંડની તપાસમાં GST પણ જોડાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 90 લાખ રોકડા અપાતા આઇટી પણ તપાસ કરી શકે છે
  • રિફંડ ઉસેટવામાં આવ્યું હોવાથી વિભાગના અધિકારીઓ એક્ટિવ થયાં

ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ઇમ્પોર્ટ-એક્સપોર્ટના કેસની એક તપાસમાં જીએસટી પણ જોડાયું છે. ફરિયાદીને સારા વળતરની લાલચ આપીને રોકડા રૂ. 90 લાખનું રોકાણ કરાવાયું હોવાથી હવે આ કેસમાં આવકવેરા વિભાગની પણ એન્ટ્રી થાય એવી શક્યતા છે. નોંધનીય છે કે જીએસટી સ્કન્ડલના કેસ હોય ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ડિપાર્ટમેન્ટ પાસે જે તે પેઢીના રિટર્ન ફાઇલિંગની વિગતો પણ માગતું હોય છે.

ફરિયાદ શું હતી: આરોપીઓ હજી પકડથી દુર
અડાજણ પાટિયાના મોહંમદ અલી જનરલની ફરિયાદ મુજબ આરોપીઓ ફિરોજ પિરયાણી, અલ્તાફ ઘાણીવાલા અને નજીબ નેત્રંગવાલાએ ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરવા ફરિયાદી ઉપરાંત આદીબ નુરાની અને ગુલએહમદ પાસે રૂ.90 લાખ રોકડામાં લીધા હતા. મૂડી અને નફો મળી રૂ.1.95 કરોડ પરત અપાતા ફરિયાદ દાખલ કરાઈ હતી. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

જીએસટી અને આઇટી ડિપાર્ટમેન્ટ પણ એક્ટિવ થયું
સમગ્ર કાંડમાં બોગસ કારભાર કરાયો હોવાની વિગતો સપાટી પર આવતા જીએસટી વિભાગ પણ એક્ટિવ થયું છે અને કઇ પેઢીના નામે, કોના એકાઉન્ટ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને રિફંડ મેેળવાયું છે તેની તપાસ આદરી છે. રૂ. 90 લાખની રકમ ફરિયાદી અને અન્ય બે જણાએ આપી હતી.એક અધિકારીએ કહ્યંુ કે, રિટર્નમાં આ રકમ બતાવાઇ હોય તો કોઈ વાંધો નથી.

અન્ય સમાચારો પણ છે...