કામગીરી:વેરહાઉસ,ઓનલાઇન વસ્તુની અવરજવર ઇ-વે બિલના ટ્રાન્ઝેકશન પર GSTની વોચ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ઇલેકશન​​​​​​​ પહેલાં જ આઇટીની સાથે હવે જીએસટી પણ સક્રિય બન્યું

ગુજરાત વિધાનસભા ઇલેકશન પહેલાં જ આઇટીની સાથે હવે જીએસટી વિભાગ પણ સક્રિય થઈ ગયુ છે. આચારસહિંતારૂપી એલાર્મ વાગતા જ વિભાગ પોતાની કામગીરી શરૂ કરી દેશે. અલબત્ત, એ અગાઉ અધિકારીઓએ પ્લાનિંગ પણ કરી લીધુ છે અને ઇલેકશન કમિશનની ગાઇડલાઇન મુજબ કામ શરૂ કરી દેવામાં આવશે એમ ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે.

ખાસ કરીને ઇલેકટ્રોનિક્સ આઇટમની મોટાપાયે અવરજવર થતી હોય તે તેવા કેસ, વેર હાઉસ ઊભરાતા હોય તે સ્થળ અને ઓનલાઇન ચીજસ્તુઓની અવરજવરમાં જો કોઈ મોટો ઉછાળો આવ્યો હોય તો તેની પર નજર રાખવામાં આવશે. અધિકારીઓ તો ઇ-વે બિલના ટ્રાન્ઝેકશન પર પણ નજર રાખી રહ્યા છે. એક રીતે પોલિટિકલ પાર્ટીઓના વચ્ચેે પ્રિય એવી રેવડી કલ્ચર પર જીએસટીની વોચ છે.

કોઈ મફતમાં વહેંચી ખેલ ન કરી જાય તેના દેખરેખ રખાશે
અમદાવાદ સ્થિત જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, માર્કેટની દરેક મૂવમેન્ટ પર ડિપાર્ટમેન્ટની નજર રહે છે અને તેમાં ઇ-વે બિલ અને હવે તો ઓનલાઇન ચલણ ચઢાવવાની જે સિસ્ટમ છે તેનો સિંહફાળો છે. ઇલેકશન અગાઉ ઇ-વે બિલની આપલે પર પણ નજર છે. અને કોઈ વેપારીના ઇ-વે બિલ ટ્રાન્ઝેકશન વધી જાય તો તપાસ કરી શકાય છે. ઉપરાંત જ્યાં મોટાપાયે માલ સ્ટોર થાય છે તેવા ગોડાઉન-અદ્યતન સ્ટોરેજ સિસ્ટમ પર પણ નજર રખાશે. આ ઉપરાંત ખાસ કરીને ઇલેટ્રોનિક આઇટમ પર વિશેષ નજર રહેેશે. નોંધનીય છે કે આજે 1 ઓકટોબરથી ઇનવોઝ એવા વેપારીઓ માટે ફરજિયાત છે જેનું ટર્નઓવર 10 લાખથી વધુ છે એટલે અધિકારીઓને હવે સ્ટોક ઉપર વોચ રાખવી વધુ આસાન બન્યુંુ છે. શંકા જતા સ્ટોકની મૂવમેન્ટ પર પણ નજર રખાશે. જ્યાં ખોટું થતુ હોય તો પકડી શકાય .

આઇટીની ચાર સ્કવોડ બની
સ્થાનિક લેવલે આઇટી વિભાગે ચાર સ્કવોડ બનાવી છે. જે સુરત ઉપરાંત તાપી જિલ્લામાં બ્લેકમનીની અવરજવર પર નજર રાખશે. આઇટી સૂત્રો કહે છે કે જે રૂપિયાનો સ્ત્રોત બતાવવામાં નહીં આવે તે રૂપિયા જપ્ત કરવામાં આવશે અને તેની પર 120 ટકા જેટલો ટેક્સ લાગશે.

અન્ય સમાચારો પણ છે...