બોગસ બિલિંગ કરનારા પર ચારેય તરફથી તવાઈ આવતાં હવે કૌભાંડીઓ નવી તરકીબ અપનાવવા લાગ્યા છે. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં તપાસની જાળ ફેલાતા લેભાગુઓ બારડોલી, નવસારી જેવાં નાના સેન્ટરો તરફ ખસી રહ્યા છે. ડિપાર્ટમેન્ટને આવા ઇનપુટ મળતા સતર્કતા વધારી દેવામાં આવી છે.
જીએસટી લાગુ થયા બાદ 70 હજાર કરોડના બોગસ બિલિંગ થયા છે અને મોટાભાગનો ખેલ મોટી શહેરોમાં જ થયો છે. પરંતુ હવે કૌભાંડીઓ નાના સેન્ટરો પર નાના ટ્રાન્ઝેક્શન કરીને 2-5 કરોડની આઇટીસી પાસઓ્ન કરવાના પેઢીઓ શરૂ કરી રહ્યા છે. બેથી પાંચ કરોડની વેરાશાખ લઇ પેઢી બંધ કરી દેવામાં આવે છે જેથી શંકા ન જાય..
પેઢીઓ ભલે બંધ થાય રિકવરી કરવી શક્ય
સી.એ. નિરજ બજાજ કહે છે કે બોગસ પેઢી બંધ કરાય તો પણ વિબાગ રિકવરી કરી શકે. કૌભાંડીઓ ભાગી જાય તો મિલકતોની હરાજી થાય છે. અસ્સલ લાભાર્થી સુધી પણ પહોંચાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.