તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:GSTએ 10 વર્ષ જૂના કેસમાં નોટિસો કાઢી, ટેક્સ કરતાં વ્યાજ-પેનલ્ટી વધી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાઇકોર્ટની મનાઇ છતાં નોટિસો, ટેક્સ એસો. ને કહ્યું, બધુ જ ગેરકાયદે

પાંચ વર્ષથી વધુનો સમય વીતી ગયો હોય તેવા કેસમાં નોટિસ ઇશ્યુ નહીં કરવાના હાઇકોર્ટના સ્પષ્ટ નિર્દેશ બાદ પણ જીએસટી વિભાગ દ્વારા દસથી બાર વર્ષ જૂના કેસોમાં પણ નોટિસ કાઢવામાં આવતા વેપારીઓ, સી.એ. અને ટેક્સ કન્સલ્ટન્ટ દુવિધામાં મૂકાયા છે.

ઓડિટ આકારણી થઈ ગઈ હોવા છતાં નોટિસ કાઢવામાં આવી રહી છે. કેટલાંક કેસમાં તો વેપારીઓ માટે સોના કરતાં ઘડામણ મોંઘી હોવા જેવો ઘાટ થયો છે. કેમકે 10 વર્ષ જૂની નોટિસમાં 18 ટકા વ્યાજ ભરવાનું કહેવાયું છે. ટેક્સ બાર એસોસિએશન આ સમગ્ર પ્રોસિઝરને જ ગેરકાયદે ઠેરવી રહ્યું છે. નવા નિશાળિયા આસિસ્ટન્ટ કમિશનરોએ આ લોચો માર્યો હોવાનું સપાટી પર આવ્યું છે.

હાઇકોર્ટનો શું હુકમ હતો
હાલ 34-8-એની નોટિસનો મુદ્દો ઉછળ્યો છે. આ કલમ મુજબ અધિકારીને લાગે કે કોઇ કેસ રિ-ઓપન કરવા જેવો છે, કેટલાંક વ્યવહારોમાં શંકા ઊભી થાય તો તે કેસ રિઓપન કરી શકે. બે કંપનીઓના કેસમાં હાઇકોર્ટે કલમ 34-8-એ બાબતમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે, જો અધિકારીના કોઈ કેસમાં પ્રોસિડિંગ ચાલુ હોય એટલે કે 5 વર્ષના ગાળામાં નોટિસની બજવણી થઈ હોય તો જ ફેર આકારણી થઈ શકે. જીએસટી ટેક્સ બાર એસો.ના પ્રમુખ પ્રશાંત શાહ કહે છે કે, ઓડિટ આકારણી પ્રોસેસ થઈ ગઇ હોય તો નોટિસ ન આપી શકાય. હાઇકોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે, 2013 બાદના કેસમાં તો નાણાકીય વર્ષ પુરુ થઈ જાય તો પણ નોટિસ આપી ન શકાય. હાલ જે નોટિસો મળી રહી છે તે ગેરકાયદે છે.

વેટના કાયદા સમયની નોટિસો
વેટના કાયદા હેઠળની નોટિસો હાલ નિકળી રહી છે. જીએસટી લાગુ થયાને ચાર વર્ષ થઈ ગયા છે. દસ વર્ષ જૂના કેસમાં તો વેપારી ક્યાંથી રેકર્ડ લાવે એ પણ એક ઇશ્યુ સામે આવ્યો છે. એસેસમેન્ટ થઈ ગયું હોય એવા કેસમાં પણ નોટિસો આવતા વેપારીઓ વધુ મૂંઝવણમાં છે.

અન્ય સમાચારો પણ છે...