કાર્યવાહી:અડાજણ, કોટ, વરાછા, રાંદેરમાં 7 આર્કિટેક્ટને ત્યાં જીએસટીના દરોડા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બિલ્ડિંગ ડિઝાઈન કરી કમાયા પણ ટેક્સ બાકી, કેટલાક પાસે તો નંબર પણ નથી

શહેરના પ્રોફેશનલ્સ જીએસટીના નિશાના પર હોય એમ લાગી રહ્યું છે. હાલ 7 જેટલાં આર્કિટેક્ટને ત્યાં તપાસ ચાલી રહી છે, જેમાં મોટાપાયે ગેરરીતિ મળી હોવાની માહિતી સામે આવી રહી છે. વરાછા, રાંદેર, અડાજણ, કોટ વિસ્તાર સહિતના સ્થલે તપાસ ચાલી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે અનેક આર્કિકેટ જેટલું કમાઈ રહ્યા છે તેના હિસાબે ટેક્સ ભરી રહ્યા નથી.

કેટલાંકે તો નંબર સુધ્ધા લીધા નથી. શહેરમાં જેટલા મોટાપાયે બાંધકામ થઈ રહ્યા છે અને તેમાં ઇન્ટિરિયર ડિઝાઇનર હોય કે આર્કિટેક્ટ્ટ, બધા જ લખખૂંટ કમાઈ રહ્યા છે, પરંતુ આ કમાણીના હિસાબનો ટેક્સ ભરી રહ્યા નથી. અનેક પ્રોફેશનલ્સ તો આજની તારીખે પણ રોકડમાં જ વ્યવહાર કરી રહ્યા હોવાનું પણ ડિપાર્ટમેન્ટના ધ્યાને આવ્યું છે. બીજી તરફ આવકવેરા વિભાગ પાસે પણ પ્રોફેનલ્સ કેસમાં ડિલિંગ કરતા હોવાની બાતમી અગાઉ જ મળી છે.

1200થી વધુ પ્લાન મંજૂર થયા, ઘણાની 5-5 સાઈટ
નોંધનીય છે કે શહેરમાં લો અને હાઇ રાઇઝ મળીને કુલ 1200 થી વધુ પ્લાન પાસ થતા હોય છે. જેમાં આર્કિટેક્ટની ભૂમિકા મહત્વની રહેતી હોય છે. જેટલો ફલેટની કિંમત હોય તેના કરતા વધુ આર્કિટેક્ટની ફી રહેતી હોય છે. કોટ વિસ્તારમાં લો રાઇઝ એપાર્ટમેન્ટ બાંધવામાં અમુક ગણ્યાગાંઠયા આર્કિટેક્ટની જ ભૂમિકા રહેતી હોય છે. એક આર્કિટેક્ટની પાંચ-પાંચ સાઇટ ચાલતી હોય છે.

હાલ ડોક્યુમેન્ટ જપ્ત કરાયા
હાલમાં અધિકારીઓએ આર્કિટેક્ટની ઓફિસે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે, જેમાં વિવિધ પ્રોજેક્ટની ફાઇલો પણ મળી આવી છે. તેના આધારે હાલમાં અધિકારીઓ ટેક્સની ગણતરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...