કામગીરી:GST પોર્ટલ અપડેટ કરાયું, 2-A સવારે ગાયબ, સાંજે આવી ગયું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવેથી ક્રેડિટ મેળવવા GSTR 2- B ફરજિયાત, દર 14મીએ જનરેટ કરાશે

જીએસટી વિભાગ દ્વારા નવા વર્ષથી ક્રેડિટ માટે 2-એ ની જગ્યાએ 2-બી ફરજિયાત કરાયું છે. સોમવારે પોર્ટલ પરથી 2-એ સવારે ગાયબ થઈ સાંજે ફરી દેખાયું હતું. હવે 2-એ એટલા માટે ઉપયોગમાં છે કે તેનાથી સામેના વેપારીએ રિટર્ન ભર્યું છે કે કેમ તે જાણી શકાય છે. રિટર્ન ન ભરાયું હોય તો સામેના વેપારીને ક્રેડિટ મળતી નથી. ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્મા કહે છે કે 2022થી 2-બી ફરજિયાત કરાયો છે. જે દર મહિને 14 તારીખે જનરેટ કરાશે.

આ રીતે સમજો, 18 હજારનો ટેક્સ આ રીતે 1.80 લાખ થશે
ધારો કે વેપારીએ 10 લાખનો માલ વેચતા તેના પર 18 ટકા લેખે 1.80 લાખ ટેક્સ થયો. જ્યારે બીજી તરફ આ જ વેપારીએ 90 લાખની ખરીદી કરી જેના પર 1.62 લાખ ટેક્સ થયો. બંનેની બાદબાકી કરતાં ટેક્સ થયો 18 હજાર. સપ્લાયરે 1 જ દિવસ રિટર્ન મોડે ફાઇલ કરતાં વેપારીનો ટેક્સ સીધો 1.80 લાખ થઈ ગયો. હવે સામેનો વેપારી રિટર્ન ફાઇલ ન કરે ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે.

અન્ય સમાચારો પણ છે...