તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એક મહિનામાં ઘરેથી ધંધો કરનારા 500 ધંધાર્થીઓના GST નંબર રદ કરી દેવાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ બિલિંગ, બાકી રિટર્ન મુદ્દે કાર્યવાહી

જીએસટીમાં જ્યાં નવા નંબર માટેના રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં નાહકની કડકાઈના લીધે અનેક અરજી નામંજૂર થઈ રહી છે. ઘરથી ધંધા માટેની અરજી તો અધિકારીઓના નિશાના પર છે જ ત્યાં હવે અગાઉ જે લોકો ઘરેથી ધંધો કરતા હતા તેમના નંબર પણ રદ થવા લાગ્યા છે. મહિનામાં જ 500થી વધુ નંબરો રદ થયા છે જેમાં ધંધાનું એડ્રેસ ઘરનું આપનારા વધુ છે. બીજી તરફ અમદાવાદમાં મળેલી ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં સ્પષ્ટ નિર્દેશ અપાયો છે કે દરેક અરજીને નંબર આપવા અગાઉ સ્પોટ વિઝિટ કરવી જ પડશે. આ ફરમાનથી સ્થાનિક અધિકારીઓ ટેન્શનમાં છે.

આ કારણોથી પણ નંબરો રદ થયા
બોગસ બિલિંગની શંકાના આધારે અનેક નંબરો રદ થયા છે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે ઘરથી ધંધો ચાલુ હોય અને નંબર રદ થવાના કિસ્સા હવે સામે આવી રહ્યા છે જેમાં વેપારી સામે ગેરરીતિની શંકા હોય, રિટર્ન ભરવામાં આવ્યુ ન હોય, સ્થળ તપાસમાં એવું માલુ પડે કે ધંધો બીજેથી થાય છે અને માત્ર એડ્રેસ જ ઘરનું આપવામાં આવ્યુ છે. અનેકવાર મકાન માલિક દુકાનની રજાચિઠ્ઠી લખી આપતા નથી એટલે વેપારી ઘરનું એડ્રેસ આપી દે છે.

અન્ય સમાચારો પણ છે...