રાહત પાછી ખેંચાઈ:GSTનો ગાળિયો, રિટર્ન નહીં તો ઇ-વે બિલ નહીં

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ GSTR-1 ભરીને ઇ-વે જનરેટ થતા હતા

જીએસટીમાં વેપારીઓને અપાયેલી રાહત એક રીતે પાછી ખેંચી લેવામાં આવી છે. કોરોના કાળમાં રિટર્ન ભરવામાં મોડુ થાય કે એક જ રિટર્ન ભરાય તો પણ ઇ-વે બિલ જનરટે કરી લેવાતા હતા પરંતુ હવેથી સમયસર રિટર્ન નહીં ફાઇલ કરનારા વેપારીઓ ઇ-વે બિલ જ જનરેટ કરી શકશે નહીં. આથી એક રીતે ધંધો જ ઠપ્પ થઈ જશે. બોગસ બિલિંગના કેસમાં અનેક વેપારીઓએ આ મોડસ ઓપરેન્ડીથી કામ કર્યું હોવાની વાત પણ સપાટી પર આવી છે.

બોગસ બિલિંગ રોકાશે
હવેથી જીએસટીઆર-1 ભરીને જે ગાડું ગબડાવાતું હતું તેવું થશે નહીં. ખાસ કરીને ટેક્સટાઇલ આલમને મોટી અસર થશે. કેમકે મોટાભાગનો માલ રાજય બહાર જ જાય છે. > પ્રશાંત શાહ, સી.એ.

પારદર્શિતા માટે જરૂરી
​​​​​​​રિટર્ન ભરાયા બાદ જ ઇ-વે બિલ જનરેટ થાય એ એક રીતે ધંધાની પારદર્શિતા માટે પણ જરૂરી છે. ઇ-વેબ જેટલાં જનરેટ થાય તેટલો ટેક્સ આવતો નહતો. હવે દરેક બિલ પર ટેક્સ આવશે. > પ્રદીપ સિંઘી, સી.એ.

અન્ય સમાચારો પણ છે...