તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોના પ્રવેશ સામે પ્રતિબંધ:બોગસ બિલિંગના વેપલો રોકવા GSTએ ‘નો એન્ટ્રી’નાં બોર્ડ માર્યાં

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં અધિકૃત વ્યક્તિ સિવાયના લોકોના પ્રવેશ સામે પ્રતિબંધ

બોગસ બિલિંગ અટકાવવા હવે SGSTની કચેરીમાં ઓથોરાઇઝ્ડ પર્સન સિવાયના લોકોની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે. ભાવનગરમાં અધિકારીઓ બોગસ બિલિંગના કારભારીઓ સાથે સેટિંગ કરી લેવાની શંકાઓના આધારે બદલીઓ કરાઈ હતી જેની ઇફેક્ટ હવે સુરતમાં પણ જોવા મળી છે. હવે જે અરજી કરે એ વ્યક્તિ, સી.એ. અથવા કન્સલ્ટન્ટ જ અધિકારીઓને મળી શકશે.

આ અંગે બુધવારે બે આસિસ્ટન્ટ કમિશનરની કેબિનની બહાર બોર્ડ લગાવી દેવાયું હતું. હાલ જીએસટીમાં નવા નંબર, રિફંડ અને અન્ય નાના મોટા સુધારા માટે જે તે ઓફિસથી કર્મચારી આવતા હોય છે.

110 જેટલાં નંબર કેન્સલ થયા બાદ લટકયાં
ચેમ્બરની ટીમે એસજીએસટીના જોઇન્ટ કમિશનરોને કરાયેલી રજૂઆતમાં ઘરથી ધંધો કરવા દેવાની અપીલ થઈ હતી. આ દરમિયાન એવા ઇશ્યુ પણ સામે આવ્યા જેમાં ડિપાર્ટમેન્ટે રદ કરેલા નંબરના કેસમાં વેપારીએ ફરી નંબર શરૂ કરાવવો હોય તો તકલીફ પડી રહી છે. શહેરમાં એવા અંદાજે 110 જેટલા વેપારીઓ છે જેમના નંબર રિસ્ટોર થયા નથી.

સુરતમાં ગમે ત્યારે દરોડા પડી શકે
બુધવારે અમદાવાદમાં સુરતના તમામ અધિકારીઓની મિટિંગ હતી. એટલે એક ચર્ચા એવી થઈ રહી છે કે આવનારા સમયમાં બોગસ બિલિંગના કારભારીઓ સામે કડક પગલાં લેવામાં આવી શકે છે. ખાસ કરીને ઇપીસીજી સ્કીમના ગોટાળા બાબતે ડિપાર્ટમેન્ટ સતર્ક થયું છે.

અન્ય સમાચારો પણ છે...