કાર્યવાહી:GST વિભાગે 200થી વધુ ખાતા સિઝ કર્યા, હજી અનેક રડાર પર, નોટિસ આપ્યાં છતાં ટેક્સ નહીં ભરનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેક્સ -જુની બાકી મામલે કાર્યવાહી, બાકી વેટની ઉઘરાણી

GST વિભાગે વેટ કાયદાની જુની બાકી અને જીએસટી કાયદાની હાલની બાકી મામલે વેપારીઓ ફરતે ગાળિયો કસયો છે. અનેક વેપારીઓના એકાઉન્ટ સિઝ કરવામાં આવી રહ્યા છે અને અંદાજે 200 જેટલાં વેપારીઓના એકાઉન્ટ સિઝ કરી દેવાયા છે, હજી લિસ્ટ લાંબી હોવાનું વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. કેટલાંક કેસમાં તો વેપારીએ ટેક્સ ભર્યો હોવા છતાં એકાઉન્ટ સિઝ થયા છે જો કે, રજૂઆત બાદ વેપારીને રાહત પણ મળી છે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે ટેક્સ કલેકશન માટે હાલની કાર્યવાહી થઈ છે. વેપારીઓએ ટેક્સ ભરવામાં તકેદારી રાખવાની જરૂર છે.

એકાઉન્ટ સિઝ થતાં વેપારીઓ માટે બીજું ખાતું ઉપયોગી
કેટલાંક વેપારી GST વિભાગમાં જે ખાતાની વિગતો આપે છે તે સિવાયના પણ એકાઉન્ટ ચલણમાં રાખતા હોય છે પરંતુ તેની માહિતી વિભાગને અપાતી નથી. એકાઉન્ટ સિઝ થવાની સ્થિતિમાં બીજા એકાઉન્ટ વેપારીને કામ લાગતા હોય છે. પરંતુ હાલ વેપારીઓના પાનકાર્ડ-આધારકાર્ડ અને GST નંબર પણ એટેચ કરાઇ રહ્યા હોય વેપારીઓ માટે વિભાગથી એકાઉન્ટની માહિતી છુપાવવી પણ સરળ નથી. પોર્ટલ પર બે એકાઉન્ટની માહિતી આપવાની હોય છે. સૂત્રો કહે છે કે પાનકાર્ડના લીધે હવે વેપારી બીજાના નામે જ એકાઉન્ટ ખોલાવીને તે ઓપરેટ કરી રહ્યા છે તેવા કિસ્સા પણ બન્યા છે.

ટેક્સ નહીં ભરનારા વિભાગના નિશાના પર
ડિપાર્ટમેન્ટના સૂત્રો કહે છે કે જે વેપારીઓએ સમય અવધિ બાદ પણ ટેક્સ ભર્યો નથી તેઓ જ મોટાભાગે નિશાના પર છે. નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ન ભરાતો હોય તેવા કેસમાં પણ એકાઉન્ટ સિઝ કરવામાં આવી રહ્યા છે. વેપારી અને ટેક્સ કન્સલ્ટન્ટ સૂત્રો કહે છે કે ધંધાકીય ટ્રાન્ઝેકશન ધરાવતા બેન્ક એકાઉન્ટ સિઝ થવાના લીધે વેપાર પણ અટવાયો છે.

અન્ય સમાચારો પણ છે...