તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:GSTની ક્રેડિટની ઉઘરાણી, 30 દિવસમાં જવાબ માગ્યા

સુરત​​​​​​​2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ વેપારીઓને રાહત આપવા માંગ

કોરોના કાળમાં જીએસટીએ અગાઉ વધારાની ક્રેડિટ લેનારા વેપારીઓને નોટિસ પાઠવીને 30 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યંુ છે. કોરોના પહેલાં રાઉન્ડમાં આ ક્રેડિટ વેપારીઓ દ્વારા લેવામાં આવી હતી. જોકે, આ નોટિસો સામે ટેક્સ કન્સલ્ટન્ટ સૂત્રો કહી રહ્યા છે કે કોરોનાના પહેલાં રાઉન્ડ કરતાં બીજા રાઉન્ડમાં સ્થિતિ વધુ દયનીય છે એટલે હાલ વેપારીઓને રાહત આપવી જોઇએ.

જુલાઇથી સપ્ટેમ્બર સુધીના સમયમાં વેપારીઓને સરકાર તરફથી કેટલીક છુટ આપવામાં આવી હતી જે મુજબ જે વેપારી સાથે વેચાણનો સોદો થાય એ જો રિટર્ન ન ભરે તો પણ વેપારીઓ જીએસટીની ક્રેડિટ ક્લેઇમ કરી શકતા હતા. હાલ જીએસટી અધિકારીઓએ ક્રેડિટ ક્લેઇમના આ વ્યવહારો પર બિલોરી કાચ મૂક્યો છે અને નોટિસો ઇશ્યુ કરવાની શરૂઆત કરી છે. વેપારીઓને પુછ‌વામાં આવી રહ્યુ છે કે જે ક્રેડિટ અગાઉ લેવામાં આવી હતી તે વધુ પડતી છે. તેના પર બે ટકા વ્યાજ ચૂકવવામા આવે. સી.એ. સૂત્રો કહે છે કે સપ્ટેમ્બર-20 બાદ વેપારીઓએ ખરાઈ કરવાની હતી કે જેને માલ વેચ્યો છે તેઓએ રિટર્ન ભર્યા છે કે કેમ? હાલ ડિપાર્ટમેન્ટ પાસે જે ડેટા આવી રહ્યા છે તે મુજબ સામેના વેપારીઓએ રિટર્ન ભર્યા નથી જેથી નોટિસો ઇશ્યુ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...