તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓની માંગ:5 વર્ષથી ચૂંટણી નહીં થતાં ફોસ્ટામાં જૂથ પડ્યાં, ચૂંટણી યોજવા વેપારીઓની માંગ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ પૂર્વ પ્રમુખોેને પત્ર લખ્યાં, સોશિયલ મીડિયા પર ઝુંબેશ

શહેરના કાપડના સૌથી મોટા સંગઠન ફોસ્ટાની ચૂંટણી યોજાઈ તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. વેપારીઓએ પૂર્વ પ્રમુખોને પત્ર લખી ચૂંટણી યોજવાની માંગ કરી છે. છેલ્લાં કેટલાક વર્ષોથી વેપારી સંગઠન ફોસ્ટા (ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા ચૂંટણીનું આયોજન કરાયું નથી. અમુક વેપારીઓએ સંસ્થાના પૂર્વ પ્રમુખોને પત્ર લખી વેપાર હિતમાં સંસ્થાના ડિરેક્ટરો અને પ્રમુખની ચૂંટણી યોજવા માંગ ઉઠાવી છે.

શહેરના 75 હજાર કાપડના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફોસ્ટામાં છેલ્લા 5 વર્ષથી ચૂંટણી થઈ નથી. સંસ્થાના હોદ્દેદારો અને કામગીરી પ્રત્યેની નારાજગીના લીધે કાપડ માર્કેટમાં કેટલાંય અગ્રણી વેપારીઓએ અલગ જૂથ રચી અલગ સંગઠનોનું ગઠન કરી દીધું છે. દરમિયાન સંસ્થાની નિષ્ક્રિયતાના પગલે અનેકવાર ઈલેક્શનની માંગ ઉઠી છે પરંતુ ચૂંટણી થઈ નથી. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણીની માંગ ઉઠી છે. વેપારીઓએ ઈલેકશન માટે અનુરોધ અભિયાન શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...