નવરાત્રિની અનોખી ઉજવણી:સુરતના ગરબા ગ્રુપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવરાત્રિ પૂર્વે ગરબાની રમઝટ બોલાવી

સુરત2 મહિનો પહેલા
સુરતના ગરબા ગ્રુપે પરમીશન મેળવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગરબા કર્યા.
  • તાલ ગ્રુપ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવરાત્રિ પૂર્વેની અનોખી ઉજવણીનું આયોજન કર્યું
  • ગરબાનું સ્ટ્રીમિંગ નવરાત્રિના પ્રથમ દિવસે સાંજે 6 વાગ્યાથી સોશિયલ મીડિયા પર થશે

નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ ખેલૈયામાં ઉત્સાહ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. નવરાત્રિના નવલા નોરતાની શરૂઆત થતાની સાથે જ દરેક ખેલૈયા પોતપોતાની રીતે તૈયારી કરે છે. સુરતના તાલ ગ્રુપે પણ અનોખી રીતે નવરાત્રિના ઉજવણીની શરૂઆત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાલ ગ્રુપની 20 જેટલી મહિલાઓએ અનોખા ગરબા કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી.

20 જેટલી મહિલાઓએ ગરબામાં ભાગ લીધો.
20 જેટલી મહિલાઓએ ગરબામાં ભાગ લીધો.

20 જેટલી મહિલાઓએ અનોખા ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો
CIPFF ઇન્ડિયા અને ICCR ગુજરાતના સહયોગથી નવરાત્રિના શુભ પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિની ઉજવણી ગુજરાતની સંસ્કૃતિની અલગ ઓળખ દર્શાવે છે. વિશ્વભરના લોકો હંમેશા ગુજરાતના પરંપરાગત ગરબા માણવા આતુર હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સામે તાલ ગ્રુપની 20 જેટલી મહિલાઓએ અનોખા ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંજ ઢલી મારા આંગણિયે, અંબા પધારો રે’ આ ગરબાનું નિર્દેશન અને કોરિયોગ્રાફી કરી હતી અને એસઓયુમાં પરફોર્મ કરવામાં આવ્યો હતો. તાલ ગ્રુપે ગયા વર્ષે સુરતમાં આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. તાલ ગ્રુપ માત્ર મહિલાઓ માટે રચાયેલી સંસ્થા છે.

ગરબાને અવર્ણનીય અનુભવ ગણાવ્યો.
ગરબાને અવર્ણનીય અનુભવ ગણાવ્યો.

સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચીને અવર્ણનીય અનુભવ થયો
તાલ ગ્રુપેના કૃતિકા શાહે જણાવ્યું કે આ વખતે નવરાત્રિમાં કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. અમારા તાલ ગ્રુપ દ્વારા સતત નવરાત્રિ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. આ વખતે અમને પરમિશન મળતા સુરતનું આખું ગ્રુપ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને ગરબાની રમઝટ બોલાવી હતી. ખૂબ જ સારો અને અવિસ્મરણીય અનુભવ રહ્યો છે. અમારી સાથે આવેલા તમામ ખેલૈયાઓ પણ ત્યાં સરદાર સાહેબની પ્રતિમા પાસે પહોંચીને અવર્ણનીય અનુભવ થયો હતો. આવતી કાલે અમારો આ ગરબો સોશિયલ મીડિયા ઉપર પ્રથમ નોરતે મુકવામાં આવશે.