તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મેદાન- મકાન ન હોવાથી 14માંથી 11 ખાનગી શાળાને મંજૂરી ન મળી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષમાં એક પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળા શરૂ થઈ નથી

ટ્રસ્ટની માલિકીનું મેદાન કે પછી મકાન નહીં હોવાને કારણે આ વખતે પણ શિક્ષણ વિભાગે 14માંથી 3 જ નવી ખાનગી શાળાને શરૂ કરવાની મંજૂરી આપી છે. નવા નિયમ મૂજબ નવી ખાનગી શાળા શરૂ કરનારા ટ્રસ્ટ પાસે તેની માલિકીનું મકાન અને મેદાન હોવાનું ફરજિયાત કર્યું છે અને તે નહીં હોય તો અરજી નામંજૂર કરવાની રહેશે. શિક્ષણાધિકારી નવી શાળાના નિયમનું પાલન નહીં કરીને મંજૂરી આપશે તો તેઓની સામે પણ કડક કાર્યવાહી કરાશે.

શૈક્ષણિક વર્ષ 2020-21માં નવી ખાનગી શાળા શરૂ કરવાની 14 અરજી મળી હતી. જેમાં 11 નવી ખાનગી શાળા પાસે ટ્રસ્ટની માલિકીનું મેદાન કે મકાનની સાથે રમતનું મેદાન પણ માપ મુજબ ના હતું. જેને કારણે તે નવી ખાનગી શાળાની અરજી મંજૂર નહી કરાય હોય અને નિયમ મુજબની 3 નવી ખાનગી શાળાની અરજી મંજૂર કરાય છે.

શૈક્ષણિક વર્ષમંજૂરનામંજૂર
2021-22311
2020-21337
2019-20063

297 પ્રાથમિક શાળામાં 609 શિક્ષક અયોગ્ય

સુરત 297 પ્રાથમિક શાળા છે. જેમાં 609 શિક્ષકો પાસે લાયકાત નથી. આમ, આવી સ્થિતિ વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. શિક્ષણ વિભાગને મોંધુ જ શિક્ષણ આપવામાં રસ હોવાનો આક્ષેપ વાલીઓએ કરયો છે. કારણ કે, છેલ્લા ત્રણ વર્ષમાં શિક્ષણ વિભાગે માત્ર નવી ખાનગી શરૂ કરવાની મંજૂરી આપી છે. એક પણ નવી સરકારી કે પછી ગ્રાન્ટેડ શાળા શરૂ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો