શાહી ઠાઠ:સુરતમાં હેલિકોપ્ટરમાં વરરાજાની જાન નીકળી, માલધારી સમાજના અગ્રણીના પુત્રના લગ્નમાં રજવાડી માહોલ સર્જાયો

સુરત12 દિવસ પહેલા
વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને પરણવા નીકળ્યાં હતાં.
  • વરઘોડા વખતે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી

લગ્ન સમારોહમાં કંઈક અલગ કરવાની ઈચ્છા દરેક નવદંપતીને હોય છે. જીવનના પ્રસંગોને યાદગાર બની રહે તેવા તમામ પ્રયાસો દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. ત્યારે સુરતના માલધારી સમાજના અગ્રણીના પુત્રના અનોખા લગ્ન યોજાયા હતાં.રાહુલ જોગરાણાના લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન ખજોદ પહોંચી હતી.

હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થતાં વરઘોડામાં જાનૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.
હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થતાં વરઘોડામાં જાનૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.

પુષ્પ વર્ષા કરાઈ
રાહુલ જોગરાણાના અનોખા લગ્નની ચર્ચા માલધારી સમાજમાં અને શહેરમાં થઈ રહી છે. વરરાજા પોતે લગ્નમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા અને જાનૈયાઓ જ્યારે વરઘોડામાં નાચતા હતા ત્યારે તેમના ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.જેથી જાનૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. સાથે જ લગ્નમાં પણ રજવાડી માહોલ સર્જાયો હતો.

હેલિકોપ્ટરમાં આવેલા વરરાજાનું દબદબાભેર સ્વાગત કરાયું હતું.
હેલિકોપ્ટરમાં આવેલા વરરાજાનું દબદબાભેર સ્વાગત કરાયું હતું.

માંડવીયા ચકિત થઈ ગયા
હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા જાનૈયાઓની સાથે માંડવીયા પણ ચકિત રહી ગયાં હતાં. વરરાજાની અદભુત ક્ષણ જોઈ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૌ કોઈ લોકો હેલિકોપ્ટરમાં આવેલી વરરાજાની જાન જોતા બધા ખુશ થવાની સાથે દંગ રહી ગયાં હતાં.જાનૈયા ઉપર પુષ્પવર્ષા થતા તેઓ પણ ગેલમાં આવી ગયા હતા.વરરાજા હેલિકોપ્ટરમાં આવતાની સાથે તેનો દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું,

વરરાજા શાહી ઠાઠ સાથે લગ્ન મંડપ સુધી પહોંચ્યાં હતાં.
વરરાજા શાહી ઠાઠ સાથે લગ્ન મંડપ સુધી પહોંચ્યાં હતાં.
વરઘોડા વખતે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી.
વરઘોડા વખતે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...