પાસોદારમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સત્ર ન્યાયાધિશની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં આજે બુધવારે અંતિમ દલીલોમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી કે, આ કેસ ઉશ્કેરાટનું પરિણામ નથી. ગણતરીપૂર્વકની હત્યા છે. આરોપીએ 7 કાપાનું ચપ્પુ ખરીદ્યું હતું જેનો ઘા કરવામાં આવે તો શરીરના અવયવો પણ બહાર આવી જાય. બંને વચ્ચે પ્રેમપ્રકરણ હોવા અંગે પણ ઇન્કાર કર્યો હતો. 12 ફેબ્રુઆરીએ ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી હતી. સરકાર પક્ષે કુલ 105 સાક્ષી ચકાસાયા હતા.
સરકાર પક્ષે ક્લોઝિંગ પુરસીસ મૂકતા અંતિમ દલીલોનો દૌર શરૂ થયો હતો. જેમાં આજે સરકાર પક્ષે દલીલો કરાઈ હતી. ફાઇનલ દલીલોમાં તહોમતનામા સંદર્ભેની દલીલો થઈ હતી. જેમાં કેસ પ્રિ-પ્લાન્ડ મર્ડર હોવાનું કહેવાયુ છે. પૂર્વ તૈયારી સાથેનો કેસ છે. 8 સાહેદ નજરે જોનારા છે. આજે 4 સાહેદની જુબાનીનું વિશ્લેષણ કરાયું હતંુ.
આજે FSLના પુરાવાની દલીલ
હવે ગુરુવારના રોજ સરકાર પક્ષની દલીલોમાં એફએસએલના પુરાવા સંદર્ભની દલીલો કરવામાં આવશે. બુધવારની દલીલોમાં કહેવાયંુ હતું કે, જ્યાંથી ચપ્પુ લીધુ એ સીસીટીવીમાં છે. સાહેદે પણ ચપ્પુ ઓળખી બતાવ્યુ છે. બે ચપ્પુ લેવાયા હતા. આ ચપ્પુ પણ સ્થળ પરથી મળી આવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.