• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Grishma Started Foot Patrolling In Several Areas After The Murder Case, Will Carry Out Strict Checking From Noon Till Late Night.

સુરત પોલીસ એક્શન મોડમાં:ગ્રીષ્મા હત્યા કેસ બાદ અનેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું, બપોરથી લઈને મોડી રાત સુધી કડક ચેકિંગ કરશે

સુરત7 મહિનો પહેલા
સુરત પોલીસે અનેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું - Divya Bhaskar
સુરત પોલીસે અનેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું

સુરતના ગ્રીષ્મા હત્યા કેસ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરતા જ રોમિયોગોરી કરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોઈન્ટ પોલીસ કમિશનર, DCP, ACP સહિત અનેક પોલીસની ટીમો રાંદેર, અડાજણ, વરાછા, કતારગામ, પાંડેસરા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું.

સુરત પોલીસે અનેક વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું
સુરત પોલીસે અનેક વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું

વિવિધ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ‘સિટીનું ક્રાઈમ મેપિંગ કરીને છેલ્લા ત્રણ વર્ષના ડેટાને આધારિત જે વિસ્તારોમાં ગુનાખોરી વધી રહી છે, ત્યાં આ મહિનાથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. બપોરે 2 વાગ્યાથી રાતના 8 વાગ્યાના સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં હોય છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ કર્મચારીઓ સહિત પેટ્રોલિંગ કરતો હોય છે. તેટલું જ નહીં રાત્રે પણ ચેકિંગ કરવામાં આવે છે.’

સુરત પોલીસે વાહનચાલકોને રોકીને ચેકિંગ હાથ ધર્યું
સુરત પોલીસે વાહનચાલકોને રોકીને ચેકિંગ હાથ ધર્યું

પોલીસ દ્વારા રાત્રે પણ કડક ચેકિંગ
એક ચેકિંગમાં શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને નીકળતા યુવાનોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે ખાસ તકેદારી પણ રાખી છે કે કોઈ સામાન્ય નાગરિક, પરિવાર કે સિનિયર સીટીઝન હેરાન ન થાય. ગઈકાલથી શરૂ કરાયેલા આ પેટ્રોલિંગમાં અનેક કેસ કરવામાં આવ્યા છે અને હવે રોજ આ પ્રકારે જ કામગીરી કરવામાં આવશે. જેથી ચોક્કસપણે ગુનાખોરોને અટકાવવામાં મદદ મળશે.

સુરત પોલીસે અનેક વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું
સુરત પોલીસે અનેક વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું
અન્ય સમાચારો પણ છે...