તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:શહેરમાં ગ્રીન ગણેશાનું ચલણ વધ્યું, 3 હજારથી વધુ મૂર્તિનાં બુકિંગ વિસર્જન થાય ત્યાં છોડ બની જીવનભર ઓક્સિજનરૂપી આશીર્વાદ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિની માટીમાં ભીંડા, આસોપાલવ, ગલગોટા જેવા બીજો મૂકાયા હોવાથી વિસર્જન બાદ છોડ ઊગે છે

છેલ્લા 3 વર્ષથી નદી, તળાવ, ઓવારા, દરિયા વગેરેમાં મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ છે. સાથે જ પીઓપીની મૂર્તિઓના નુકશાન વિશે જાગૃત કરાતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે. હવે શહેરમાં સ્થપાતી 70 હજારમાંથી 75 ટકા મૂર્તિ માટીની હોય છે. ગ્રીન ગણેશા પ્રોજેક્ટની શરૂઆત કરનારી શહેરની પ્રસ્થાન NGOના જણાવ્યા અનુસાર, છેલ્લા 4 વર્ષથી તેઓ રાજ્યભરમાં માટીમાંથી બનેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરી રહ્યા છે. આ મૂર્તિનું ઘરઆંગણે વિસર્જન કર્યા બાદ બચેલી માટીમાં બીજ વાવી વિવિધ છોડ ઉગાડવામાં આવે છે. આ સિવાય કાગળ, પુઠ્ઠા વગેરેમાંથી પણ મૂર્તિ બનાવાય છે. આ વર્ષે 3 હજારથી વધુ ટ્રી-ગણેશાનાં બુકિંગ થયાં છે.

છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી મૂર્તિનું વિસર્જન થયું
છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી મૂર્તિનું વિસર્જન થયું

છેલ્લા 4 વર્ષથી શહેરની NGO દ્વારા માટીમાંથી બનેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિનું રાજ્યભરમાં વિતરણ

ગ્રીન ગણેશા
આ પ્રતિમા સંપૂર્ણ કાળી માટીમાંથી બને છે. જેમાં આસોપાલવ, ભીંડા, ગલગોટા સહિતના બીજો નાંખવામાં આવે છે. 2 ફૂટ સુધીની મૂર્તિનો ભાવ 1500થી 2500 છે તેમજ 4 ફૂટ સુધીનો ભાવ ફૂટદીઠ 4થી 5 હજાર રૂપિયા છે. શહેરમાં 2 ફૂટ સુધીની 2500 અને 4 ફૂટ સુધીની 6 મૂર્તિનું બુકિંગ છે. મૂર્તિ વિસર્જિત થાય ત્યાં જ છોડ બની ઓક્સિજન તરીકે જીવનભર આશીર્વાદ આપે છે.

માટીની મૂર્તિ
માટીની મૂર્તિમાં કોઈ બીજ નથી હોતા. 2 ફૂટ સુધીની મૂર્તિ માટે 25 કિલો કાળી માટી જોઈએ છે. નાની મૂર્તિનો ભાવ 1500-1800 હોય છે તેમજ મોટી મૂર્તિનો ફૂટદીઠ ભાવ 3000-3500 જેટલો હોય છે.

ગોમુખી ગણેશ
આ મૂર્તિ ગાયના છાણ, માટીમાંથી બનાવાય છે. ગ્રામીણ વિસ્તારમાં જ્યાં વિસર્જનની સુવિધા હોતી નથી એવી જગ્યાએ આવી મૂર્તિઓની ડિમાન્ડ વધું છે. 6થી 10 ઇંચ સુધીની મૂર્તિ 200થી 300માં વેચાય છે.

પુઠ્ઠા -પેપરના ગણેશ
કેટલાક પર્યાવરણ પ્રેમીઓ સાંકેતિક સ્થાપના કરવા પેપર-પુઠ્ઠાના ગણેશ બનાવડાવે છે. આ માટે પુઠ્ઠા કે કાગળને નેચરલ પેઇન્ટ કરીને ડિઝાઇન બનાવાય છે. જોકે આવી મૂર્તિની આ વર્ષે ડિમાન્ડ ન હોવાથી મૂર્તિકારો આવી મૂર્તિ નથી બનાવી રહ્યા. આવી મૂર્તિ 30 મિનિટમાં જ ઓગળી જાય છે. આવી મૂર્તિનો ભાવ 5 હજારથી લઈ 15 હજાર સુધીનો સાઇઝ પ્રમાણે હોય છે.

અન્ય સમાચારો પણ છે...