વિશ્વ પર્યાવરણ દિવસ:સુરતની ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા અઢી કિલોમીટર વિસ્તારમાં 301 વડનું વૃક્ષારોપણ કરાયું​​​​​​​

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંસ્થાના કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે વૃક્ષારોપણ કરાયું હતું. - Divya Bhaskar
સંસ્થાના કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે વૃક્ષારોપણ કરાયું હતું.
  • વૃક્ષ વાવવાની સાથે સાથે તેનું રોજે રોજ જતન કરવામાં આવે છે

સુરતના વરાછા વિસ્તારમાં ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા રોજે રોજ વૃક્ષારોપણ કરવામાં આવે છે. વૃક્ષ વાવવાની સાથે સાથે વૃક્ષોનું રોજે રોજ જતન થાય તે માટે કામગીરી કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના તુલસીભાઈ માંગુકિયાએ કહ્યું કે, અમે તપોવન અને સરદાર શાળાના સહયોગથી 301 વડના ઝાડ અમરોલી વિસ્તારમાં અઢી કિલોમીટર રોડ પર વાવ્યા છે.

વિદ્યાર્થીઓએ વૃક્ષો રોપ્યા
પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરતાં ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યાં હતાં. સરદાર અને તપોવન શાળાના સહયોગથી યોજાયેલા વૃક્ષારોપણમાં વિદ્યાર્થીઓએ પણ વૃક્ષો રોપ્યા હતાં. તથા તમામને વૃક્ષોની મહત્વતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

દીકરીને ભારત માતા બનાવ્યા
વૃક્ષારોપણ સમયે એક દીકરીને ભારત માતા બનાવવામાં આવી હતી. ફોર વ્હિલર પર બાળકીને બેસાડીને વૃક્ષારોપણ સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં. તુલસી માંગુકિયાએ જણાવ્યુ હતું કે, અમને ઘણા લોકોને સહકાર અને સહયોગ મળી રહ્યો છે. અમે ઠેર ઠેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા તથા આવનારી પેઢી માટે કામ કરી રહ્યા છીએ.