દિવ્ય ભાસ્કરમાં નોકરી મેળવવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે ઉત્તમ તક છે. ભાસ્કર ગ્રૂપ સાથે જોડાઇને ઉમેદવારોને 12થી 15 હજાર સુધીનો માસિક પગાર મેળવવાનો સુંદર મોકો છે. સરવે કામગીરીનો સમય સવારે 7.30 થી બપોરે 1.30 કલાક એટલે કે ફક્ત 6 કલાકનો જ રહેશે.ઈચ્છુક ઉમેદવારોની ઉંમર 18થી 28 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે.
દિવ્ય ભાસ્કરના સરવે માટે આ ભરતી કરવામાં આવી રહી છે. જેમાં યુવક-યુવતીઓ દિવ્ય ભાસ્કર કાર્યાલય, બીજો માળ, વીઆઇપી પ્લાઝા, ખાટુ શ્યામબાબા મંદિરની પાસે, વીઆઇપી રોડ, સુરત ઉપર 3 અને 4 જાન્યુઆરીના રોજ સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી પોતાના બાયોડેટા સાથે એચઆર વિભાગને રૂબરૂ મળી શકશે.
દિવ્ય ભાસ્કર અખબાર પોતાનો વિકાસ અને વ્યાપ વધારવા માટે આ સરવે કરવા જઇ રહ્યું છે અને તેમાં યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે હરહંમેશની જેમ પ્રયત્નશીલ છે. યુવક-યુવતીઓએ માત્ર સરવેની કામગીરી જ કરવાની રહેશે અને તેમાં ઉચ્ચ અભ્યાસની પણ જરૂર નથી. ધો. 10 પાસ યુવક-યુવતીઓ પણ આ સરવેની કામીગીરીમાં જોડાઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.