પ્રોડક્શન પર કાપ:કોરોના વધતાં પ્રોડક્શન પર બ્રેક મિલોમાં ગ્રેની આવક 40% ઘટી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરને પગલે બનાવેલો માલ નહીં વેચાય તેવી સંભવાનાને કારણે ટ્રેડર્સોએ પ્રોડક્શન પર કાપ મુકી દીધો

કોરોનાના કેસ વધતાં 2-3 દિવસથી ડાંઈગ પ્રિન્ટિંગ મિલોમાં આવતા ગ્રે કાપડની 40 ટકા આવક ઘટી ગઈ છે. ત્રીજી લહેરને પગલે બનાવેલા માલનું વેચાણ નહીં થાય તેવી સંભાવનાને કારણે ટ્રેડર્સો કાપ મૂકી રહ્યાં છે. 2021માં બળેવ બાદ કાપડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. તે પહેલાં કોરોનાને કારણે લોકો દ્વારા ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ બીજી લહેર બાદ કોરોના હળવો થવાને કારણે લોકો દ્વારા ખૂબ મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી હતી. ખાસ કરીને દિવાળી બાદ લગ્ન સિઝન હોવાથી ટેક્સટાઈલ માર્કેટમાં તેજીની રોનક જોવા મળી હતી.

દિવાળી મહિનામાં જ ટેક્સટાઈલ માર્કેટમાં 15 હજાર કરોડ રૂપિયાનો વેપાર પણ જોવા મળ્યો હતો. ડિસેમ્બર મહિના સુધી ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ દ્વારા માલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ છેલ્લાં અઠવાડિયાથી કોરોનાના કેસ વધતાં કોપાડ બજાર પર અસર થવા માંડી છે.

પ્રિન્ટિંગના પ્રોગ્રામમાં મોટો ઘટાડો
સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે છે કે, ‘કોરોનાના ભયને પગલે વેપારીઓ દ્વારા પ્રોડક્શન પર કાપ મુકવામાં આવી રહ્યો છે. મિલોમાં જે કાપડ પડ્યું છે તેમાં પણ પ્રિન્ટિંગ માટે પ્રોગ્રામ આપવામાં આવી રહ્યાં નથી. જેથી મિલોમાં 40 ટકા જેટલું કામ ઓછું થઈ ગયું છે. ’

અન્ય સમાચારો પણ છે...