રાજ્યની સાત મહાનગર પાલિકામાંથી વર્ષ ૨૦૦૭થી ઓક્ટ્રોય નાબૂદ કર્યા બાદ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાઓને ઓક્ટ્રોયની અવેજમાં ગ્રાન્ટ અપાઇ છે. આ ગ્રાન્ટમાં તબક્કાવાર વધારો કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી સુરત મહાનગર પાલિકાને મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે.
આ માટે રાજ્ય સરકારમાંથી વિધિવત પત્ર પાલિકાને મળી ગયો છે. ૧૦ ટકામાંથી ૩ ટકા પર્ફોમન્સના આધારે આપવામાં આવશે. જો કે, હજુ તેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. જેથી પાલિકાને હવે જકાતની અવેજમાં મળતી વાર્ષિક ગ્રાન્ટ ૧૦ ટકા વધીને ૭૯૨ કરોડ થઇ ગઇ છે. ૨૦૧૭ પછી ગ્રાન્ટમાં વધારો કરાયો છે. સુરત મહાનગર પાલિકાને દર મહિને ૬૦.૨૭ કરોડ એટલે કે વર્ષે ૭૨૦ કરોડ મળતા હતા. જ્યારે હવે પાલિકાને મહિને ૬૬.૨૭ કરોડ અને વાર્ષિક ૭૯૨ કરોડ જેટલી રકમ મળશે. જેનો ઉયોગ વિકાસના કામો પાછળ કરવામાં આવશે.
સુરતને રૂ. 1.50 કરોડ પર્ફોમન્સના આધારે મળશે
સરકારે તમામ મહાનગર પાલિકાઓને સમાનરૂપે 7 ટકા અને 3 ટકા વધારો પર્ફોમન્સના આધારે અપાશે. નોંધનીય છે કે, સુરત પાલિકાને મહિને 6 કરોડ ગ્રાન્ટ વધારામાંથી અને 1.5 કરોડ પફોર્મન્સના આધારે મળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006થી જકાત બંધ થયા બાદ મહાપાલિકાને આવક બંધ થઈ જતાં આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.