તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોવિડ ઇન્શ્યોરન્સના નામે રૂ.15 હજાર પડાવી લીધા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાવેલ એજન્ટને ગાડી ભાડે રાખવાની લાલચ આપી

અઠવાલાઇન્સની એવરગ્રીન ટ્રાવેલ્સના સંચાલકને આઠ દિવસ માટે રૂ.3.92 લાખમાં કાર ભાડે રાખવાની લાલચ આપીને ભેજાબાજે કોવિડ ઇન્શ્યોરન્સના નામે રૂ.15.750 પડાવી ગયાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઇ છે.

અઠવાલાઇન્સ ગોકુલમ ડેરી પાસે આવેલા લક્ષ્મી ભવન એપાર્ટમેન્ટમાં રહેતા મયંક રાજેશભાઇ ખાટીવાલા તેમના રહેણાકમાં જ એવરગ્રીન ટ્રાવેલ્સના નામે કાર ભાડે આપવાનો વ્યવસાય કરે છે. તા.14મી નવેમ્બરના રોજ તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખાણ દિક્ષિત તરીકે આપી હતી. તેણે હોટલ રોયલ સ્ટ્રીટ પરથી નંબર મળ્યો હોવાનું જણાવીને તેમની કંપનીને આઠ દિવસ માટે 7 કાર ભાડે જોઇતી હોવાનું જણાવ્યું હતું. આ સાત કારનું 3.92 લાખ રૂપિયા ભાડુ નક્કી કર્યુ હતું. ત્યારબાદ દિક્ષિતે તેની કંપનીના અન્ય કર્મચારી સુનિલનો સંપર્ક કરવાનું કહ્યું હતું.

લાલચમાં આવી ગયેલા મયંકે સુનિલનો સંપર્ક કરતા તેણે ડીલ નક્કી કરી હતી. પરંતુ સાથે કોવિડનો ઇન્શ્યોરન્સ ઉતારવાનું કહ્યું હતું . આ કામ તેમની કંપની જ કરશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ આ ઠગ ટોળકીએ મયંકને તેમના બેંકના ખાતામાં રૂ.3.92 લાખ જમા થઇ ગયાનો મેસેજ મોકલ્યો હતો. તેની સામે ઇન્શ્યોરન્સના રૂ.15,750 માંગતા મયંકે મોકલી આપ્યા હતા. આ પૈસા મોકલ્યા બાદ આ ઠગ ટોળકીએ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતા મયંક ખાટીવાલાએ ઉમરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...