નોટિસ:પ્રદૂષણની ફરિયાદને લઈ GPCBએ પાંચ મિલોને ક્લોઝર નોટિસ ફટકારી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગંદાપાણી અને પ્રદૂષણની ફરિયાદને લઈને જીપીસીબી દ્વારા સાયણની 2 અને ઉંબેર ગામની 3 મિલોને કલોઝર નોટિસ આપવામાં આવી છે. સાયણ અને ઉંબેરગામમાં આવેલી મિલો દ્વારા ગંદા પાણીને ટ્રિટમેન્ટ કર્યા વગર જ છોડી મૂકવામાં આવતું હોવાની ફરિયાદ જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) મળી હતી. જેના કારણે જીપીસીબીના અધિકારીઓ દ્વારા રવિવાર હોવા છતા કાર્યવાહી કરવા માટે અધિકારીઓ પહોંચી ગયા હતાં.

અને ઉબર ગામની ઓમ, સાંઈ રામ અને કૈલાશ જ્યારે સાયણની શ્રી રામ, ખોડિયાર ફેબને પણ જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. પિજિયન ટેક્સટાઇલ પ્રોસેસર્સના મેનેજરે મોડી રાતે વેસ્ટ બાળતો હતો અને એ સમય દરમિયાન આકસ્મિક ચેકીંગ વેળાં જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી જેથી તેને પણ જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી હતી.

આ મિલોને ક્લોઝર નોટિસ ફટકારાઈ

  • ઓમ એન્ટરપ્રાઈઝ (ઉંબેર) {સાંઈ રામ રૈયોન્સ (ઉંબેર) {કૈલાશ એન્ટરપ્રાઈઝ (ઉંબેર)
  • શ્રી રામ ફેબ (સાયણ)
  • શ્રી ખોડિયાર ફેબ (સાયણ) {પિજિયન ટેક્સટાઇલ પ્રોસેસર્સ
અન્ય સમાચારો પણ છે...