સુરત GIDCમાં ગેસ કાંડ:ભાસ્કરે સવાલ પૂછતા મામલતદારે હાથ અધ્ધર કરતા કહ્યુ - ગેરકાયદે કેમિકલ ઠલવાતું હોય તો GPCB અને પોલીસે ધ્યાન રાખવું જોઈએ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

આ ટેન્કર ભરૂચના દહેજની મલ્ટિ નેશનલ કંપનીનું હોવાની આશંકા છે. જે કંપનીના છેડા ટોચના રાજકીય નેતાઓ સાથે જોડાયેલા છે. આ મલ્ટિ નેશનલ કંપની ફાર્મસીની હોવાની પણ આશંકા છે. બીજી એવી પણ ચર્ચા ઊઠી છે કે, દહેજની આ મોટી કંપનીને બચાવવામાં કોઈ નાની કંપનીનો ભોગ લેવાશે. જેથી પોલીસ હજુ સુધી મોટા માથાને પકડવામાં વિલંબ કરી રહી છે.

બાકી ધારે તો સંડોવાયેલા લોકોને ગમે ત્યાંથી પણ પકડી લાવી હોત. પહેલીવાર એવું બન્યું છે કે, કેમિકલ લીકેજની ઘટનાને પોલીસે સંવેદનશીલ જાહેર કરી માહિતી બહાર પાડી નથી. જો કે, બીજીતરફ એવી ચર્ચા છે કે, કોઈ મોટા કેમિકલ માફિયાને બચાવવા માટે પોલીસે ગોઠવણ કરી છે. આ ઉપરાંત ટેન્કર ચાલકની હાલત પણ નાજૂક હોવાથી હાલમાં પોલીસ કેસ નબળો કરવા મથી રહી હોવાની ચર્ચા છે.

પરાગ દવે, GPCB અધિકારી

  • પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. જ્યાંથી આવા ટેન્કરો નીકળે છે તેમણે પણ તપાસ કરવી જોઇએ.
  • દરેક વિભાગ આવી પ્રવૃતિ રોકવા માટે કામ કરે છે. તમામ વિભાગો સાથે મળીને કાર્યવાહી કરતા હોય છે.
  • આવા કિસ્સામાં અમને અંગત માહિતી મળે કે જાણ થાય ત્યારે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં જ આવે છે.

ભાસ્કરે પૂછેલા સવાલ

  • આ રીતે ઝેરી કેમિકલ ઠાલવવામાં જવાબદાર કોણ ?
  • આ પ્રકારની ઘટનાઓ રોકવાની જવાબદારી કોની?
  • આવા કેસમાં એક અધિકારી તરીકે તમારી શું ભૂમિકા છે?

ભરત સક્સેના, મામલતદાર ચોર્યાસી

  • આ પ્રકારના કિસ્સામાં જે તે વિભાગ દ્વારા જ કાર્યવાહી કરવાની હોય છે. અમારી સીધી જવાબદારી બનતી નથી.
  • આ પ્રકારે ચોરીછૂપીથી કોઈ કામગીરી થતી હોય તો જીપીસીબી તથા પોલીસ સહિતના વિભાગોએ ધ્યાન રાખવું જોઇએ.
  • અમારી કામગીરી સંકલનની છે. ફરિયાદ આવે તો કાર્યક્ષેત્રમાં રહીને કામ થાય છે. બાકી દરેક વિભાગના કાયદા અલગ છે.
અન્ય સમાચારો પણ છે...