તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Government Orders Creation Of More Artificial Lakes To Prevent Congestion In Discharge 21 Lakes Were Created In 2019, 19 This Year

આ વર્ષે મૂર્તિકારો પણ મૂંઝાયા:વિસર્જનમાં ભીડ રોકવા વધુ કૃત્રિમ તળાવ બનાવવા સરકારનો આદેશ 2019માં 21 તળાવ બનાવાયાં હતાં, આ વર્ષે 19

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 ફૂટ સુધીની મૂર્તિનું ઘરે વિસર્જન કરવું ફરજિયાત

સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવા રાજ્ય સરકારે ગાઇડલાઇન બહાર પાડી વધુ ને વધું કૃત્રિમ તળાવો બનાવવા સૂચવ્યું હોવા છતાં પાલિકાએ તળાવો વધારવાની જગ્યાએ ઘટાડી દીધા છે. 2019માં 21 તળાવ બનાવ્યા હતાં પરંતુ આ વખતે માત્ર 19 જ બનાવાશે. પાલિકાના જણાવ્યા પ્રમાણે, બે ફૂટની પ્રતિમાનું ફરજિયાત ઘર આંગણે જ વિસર્જન કરવાનું રહેશે, જ્યારે 2થી વધુ 4 ફૂટ સુધીની પ્રતિમાનું જ કૃત્રિમ તળાવ માં વિસર્જન કરાશે. આ અંગે લોકોમાં જાગૃતિ માટે પાલિકા સોશિયલ ડ્રાઈવ પણ ચલાવશે. પાલિકાએ અઠવા ઝોનમાં ભીમરાડમાં મેટ્રો રેલનો સામાન હોવાથી વેસુમાં નંદિની-3ની સામે તળાવ બનાવશે. આ ઉપરાંત રાંદેરમાં રામજી ઓવારા ખાતે પણ તળાવબનાવશે.

અન્ય સમાચારો પણ છે...