તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરમાં 3 મહિના પછી એક દિવસમાં 5 દર્દીનાં મૃત્યુ થયા છે જોકે સરકારે જાહેર કરેલો આ આંકડો પણ તદ્દન ખોટો છે. સરકારી ચોંપડે જાહેર કરાયેલા પાંચેય દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હોવાનું દર્શાવાયું છે. પરંતુ સ્મિમેર હોસ્પિટલમાંથી 10 દર્દીનાં અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યા છે. આમ સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ શહેરના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર જહાંગીરપુરા, રામનાથ ઘેલા ખાતેના સ્મશાનગૃહમાં બે-બે કલાક સુધીનું વેઇટિંગ પણ જોવા મળ્યું હતું. અહીં આવતી એમ્બ્યુલન્સોને સ્મશાનની બહાર ઉભી કરી દેવામાં આવતી હતી. પ્રત્યેક એમ્બ્યુલન્સમાં બે કે ત્રણ જેટલા મૃતદેહો ભરીભરીને લાવવામાં આવતા હતા. બીજી તરફ શહેરમાં નવા 526 જ્યારે જિલ્લામાં 161 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 67 હજારને પાર થઇ છે.
મૃત્યુ પામેલી પાંચેય મહિલાઓ
શનિવારે જે પાંચ દર્દીના મૃત્યુ થયા તે તમામ મહિલાઓ છે. જેમાં કોસાડની 56 વર્ષિય, સિટીલાઇટની 72 વર્ષિય, ઉધના યાર્ડના 49 વર્ષના, પાંડેસરાના 69 અને રૂસ્તમપુરાના 67 વર્ષિય વૃદ્ધાનો સમાવેશ થાય છે.
ટ્રાવેલિંગ નહીં કરવા પાલિકા કમિશનરની અપીલ
શહેરમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે ત્યારે કમિશનર બંછાનિધિ પાનીએ લાલબત્તી ધરી છે કે, સંક્રમણ ખૂબ વધતું હોય આપની સામેના વ્યક્તિ પણ પોઝિટિવ હોય શકે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવું, માસ્ક પહેરવું જોઈએ. બજાર કે શાક માર્કેટમાં અઠવાડિયે બે-ત્રણ વખત જતાં હોય તો એક જ વખત જઇ તમામ કામ કરી આવવા અપીલ કરી છે તથા બહારગામ ફરવા જઈ પરત ફરતાં વધુ લોકો સંક્રમિત થતાં હોય ટ્રાવેલિંગ નહીં કરવા તાકીદ કરી છે.
સુરતની સ્થિતિ કથળી, બહારગામના 50 તબીબોને સિવિલમાં ડ્યુટી સોંપાઈ
સિવિલમાં સતત વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં રાખીને વધારાના તબીબ સહિતના સ્ટાફની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને અલગ અલગ જગ્યાએ થી સુરતમાં વધારાના તબીબોને ફરજ ઉપર મોકલવામાં આવ્યા છે. હાલમાં 50 થી વધુ તબીબો આવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં વધુ તબીબો આવે તેવી શક્યતા છે.
સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગમાં વધુ એક કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કવાયત
જુલાઇમાં સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી હતી અને 800 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ હોસ્પિટલની જરૂર પડી ન હતી. હવે કોરોનાએ બીજી વખત ઉથલો માર્યો છે અને દરરોજ 700 જેટલા કેસો આવી રહ્યા છે. ત્યારે આગામી સ્થિતિને પહોંચી વળવા માટે ફરીથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઓક્સિજન ટેન્ક તાત્કાલિક અસર થી ઈન્સ્ટોલ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.