કાર્યવાહી:કતારગામમાં સગેવગે કરાતું 48 હજારનું સરકારી અનાજ પકડાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠા વિભાગે દુકાનદાર પાસે ખુલાસો માંગ્યો

કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલી સરકારી અનાજની દુકાનના ગોડાઉનમાંથી રૂ.48 હજારથી વધુની કિંમતનું સરકારી અનાજ પકડાયું છે. પુરવઠા વિભાગે આ બાબતે દુકાનદાર પાસે ખુલાસો માંગ્યો છે. ડભોલી ખાતે કે.40 નંબરની સરકારી સસ્તા અનાજની દુકાનનો પરવાનો બાબુ નાગર પટેલ પાસે છે.

આ દુકાનમાંથી સરકારી અનાજ પ્લાસ્ટિકની બેગમાં સગેવગે કરાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક લોકોએ તપાસ કરતા બાબુ નાગર પટેલના ગોડાઉનમાંથી સરકારી અનાજ અન્ય થેલીમાં પેક કરેલો જથ્થો મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પુરવઠા વિભાગની ટીમ પહોંચી ગઇ હતી અને ગોડાઉનમાં રહેલા ધઉના 59 કટ્ટા, ચોખાના 18 કટ્ટા, 405 લીટર તેલ અને 31કિગ્રા દાળ મળી આવી હતી. પુરવઠા વિભાગે આ અનાજ મળીને કુલ રૂ.48866નું અનાજ સિઝ્ડ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...