તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:સુરતના પુણા વિસ્તારમાં કરિયાણાના દુકાનદારને વાતોમાં ભોળવી દઈને બે ગઠિયાઓ 6 હજારની ઠગાઈ કરી નાસી ગયા, CCTV

સુરતએક મહિનો પહેલા
ઠગાઈ કરનારે દુકાનદાર પાસેથી રૂપિયા લીધા બાદ થોડીવાર ઉભા રહેતા કેમેરામાં કેદ થયો હતો.
  • ગઠિયાએ 6 હજારના છૂટા માંગી ખમણ લેવા જાઉ છું કહી રીક્ષામાં નાસી ગયા

પુણાગામ માતૂશક્તિ સોસાયટીમાં આવેલી મઢુલી ડેરી એન્ડ કરિયાણા સ્ટોર્સ નામની દુકાનમાં બુધવારે સવારે કરિયાણાનો સામાન ખરીદવાને બહાને આવેલા બે ગઠિયાઓએ દુકાનદાર પાસે રૂપિયા 6 હજારના છૂટા રૂપિયા લઈ ખમણ લેવા જતો હોવાનુ કહી રીક્ષામાં બેસી નાસી ગયા હતાં. વાતોમાં ભોળવાયેલા દુકાનદારને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દુકાનદારને વાતોમાં ભોળવી દઈને છૂટા છ હજાર રૂપિયા લીધા હતાં.
દુકાનદારને વાતોમાં ભોળવી દઈને છૂટા છ હજાર રૂપિયા લીધા હતાં.

વિશ્વાસમાં લઈ છૂટા રૂપિયા લીધા
પુણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા યોગીચોક શ્યામધામ સોસાટીમાં રહેતા રમેશભાઈ રવજીભાઈ કથિરીયા (ઉ.વ.50) પુણાગામ માતૂશક્તિ સોસાયટીમાં મઢુલી ડેરી ઍન્ડ કરિયાણા સ્ટોર્સના નામે દુકાન ધરાવે છે, રમેશભાઈ બુધવારે સવારે સાત વાગ્યે દુકાનમાં બેઠા હતા તે વખતે રીક્ષા ચાલક સહિત બે ગઠિયાઓ તેમની દુકાને આવ્યા હતાં.ગઠિયાઓએ રમેશભાઈના કરિયાણાનો સામાન ખરીદવાની વાત કરી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી રૂપિયા 6 હજારના છૂટા લીધાં હતાં.

રૂપિયા લીધા બાદ તેના મળતિયા સાથે રીક્ષામાં બેસી ને નાસી ગયો હતો.
રૂપિયા લીધા બાદ તેના મળતિયા સાથે રીક્ષામાં બેસી ને નાસી ગયો હતો.

આરોપી CCTVમાં કેદ
ગઠિયાઓએ ખમણ લેવા જાઉ છું તેમ કહી રીક્ષામાં બેસી નાસી ગયા હતાં. કલાકો થવા છતાંયે બંને જણા પરત દુકાને ન આવતા રમેશભાઈને ખ્યાલ આવી ગયો કે ,તેમની સાથે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બંન્ને જણાએ છેતરપિંડી કરી છે. જેથી દુકાનમાં લગાવેલા CCTVના દ્રશ્યો સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે રમેશભાઈ કથિરીયાની ફરિયાદ લઈ બે અજાણ્યાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો