તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘ગૂગલ સુરતને મહિને 100 કરોડ ચૂકવતું હોય આઈટી પાર્ક બનાવો’

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈટી પાર્ક બનાવવા મુખ્યમંત્રીને ચેમ્બરની રજૂઆત
  • 1600 સોફ્ટવેર કંપની થકી 10 હજારને રોજગારી મળે છે

એપ, ગેમ અને યુ–ટયુબ પર જાહેરાતો થકી ગૂગલ દર મહિને સુરતને 100 કરોડથી વધારે ચૂકવે છે. 1600 જેટલી સોફટવેર કંપનીઓ આવેલી છે જેથી શહેરમાં આઈટી પાર્ક બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બરના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ બાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ઇન્ડસ્ટ્રી ઉભરી આવી છે. છેલ્લા 5 વર્ષમાં જે પ્રકારે સુરતમાં સ્ટાર્ટઅપ થયા છે. તે જોતા આઈટી પાર્ક બનાવવું જરૂરી બન્યું છે. વેબ ડિઝાઇનીંગ અને એપ્લિકેશન તથા સોફટવેર સંલગ્ન કામો સુરતમાં શરૂ થઇ ગયા છે. હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને લગતા સોફટવેર સુરતમાં જ બનાવાય છે. સુરતમાં અંદાજે 1600 સોફટવેર કંપની છે.

જેમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી છે. જેના થકી 10 હજારથી વધુ લોકોને રોજગારી મળે છે. સુરતને એપ, ગેમ અને યુ–ટયુબ પર જાહેરાતો થકી ગૂગલ દર મહિને 100 કરોડથી વધુ ચૂકવે છે. સુરતમાં ઇ–કોમર્સ, ડાયમંડ, ટેકસટાઇલ, એકાઉન્ટિંગ, એચ.આર. મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ,બેન્કિંગ, સાઇબર સિકયોરિટી, હોટલ મેનેજમેન્ટ વિગેરે ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સોફટવેર સુરતની જ સ્થાનિક સોફટવેર કંપની દ્વારા બનાવેલા છે.

સોફટવેર કંપનીઓમાં મહિલાઓની સંખ્યા 35 ટકા છે તે જોતા મહિલાઓ પણ આત્મનિર્ભર થઇ રહી છે. જેમાં 500 જેટલી ઇ–કોમર્સ સાઇટ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરાયેલી વસ્તુઓના વેચાણ માટેની છે.સુરતમાં આઈટી હબ વિકસશે તો આઈટી પ્રોફેશનલોને બેંગ્લોર,પૂણે અને મુંબઈ જવું નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...