તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અચોક્કસ મુદતની હડતાળની ચિમકી

સુરત3 મહિનો પહેલા
દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં સુરત ટેક્ષટાઇલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ જોડાશે.
  • ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી

ડિઝલના ભાવમાં સતત વધારા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે કોઇ વિચારણા પણ કરવામાં આવતી નહીં હોવાથી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. તેમાં સુરત ટેક્ષટાઇલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ જોડાશે તેવી આજે જાહેરાત કરી છે.

અચોક્કસ મુદત સુધીની હડતાળ કરવાનો નિર્ણય
પ્રમુખ યુવરાજ દેશલે (સુરત ટેક્ષટાઇલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, પ્રમુખ) એ જણાવ્યુ હતુ કે ડીઝલમાં ભાવ ઘટાડો કરવા તથા ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોની સમસ્યા નિવારવા માટે અનેક બેઠક અત્યાર સુધી યોજાઇ છે. તેમાં રાજ્યો દ્વારા વેટના ભાવમાં ઘટાડો કરવામાં આવે, પેટ્રોલ અને ડિઝલના ભાવ તમામ રાજ્યોમાં એક સરખા હોય, છ મહિના સુધી લોનના મોરેટોરીયમ પિરીયડ આપવામાં આવે, ઇવે બિલમાં દર 100 કિલોમીટરે એક વધારાનો દિવસ મળવો જોઇએ તેવી માંગણી મુકવામાં આવી હતી. પરંતુ તેનુ યોગ્ય નિરાકરણ નહીં આવતા આખરે અચોક્કસ મુદત સુધીની હડતાળ કરવાનો નિર્ણય કરાયો છે.

સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ‘બ્લેક ડે’ જાહેર કરી વિરોધ કરાયો.
સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ‘બ્લેક ડે’ જાહેર કરી વિરોધ કરાયો.

30 દિવસ પહેલા છેલ્લું અલ્ટીમેટમ આપવામાં આવશે
હડતાળ આગામી ઓગસ્ટના પહેલા સપ્તાહથી કરવામાં આવે તેવી હાલ શક્યતા રહેલી છે. જોકે સરકાર સાથે આ મુદ્દે વધુ વાટાઘાટ કરવામાં આવ્યા બાદ પણ નિર્ણય કરવામાં નહીં આવે તો 30 દિવસ પહેલા છેલ્લું અલ્ટીમેટમ આપવામાં આવશે. જેથી હાલ તો ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હડતાળ પાડવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ હડતાળમાં સુરત ટેક્ષટાઇલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યોએ પણ જોડાવાની જાહેરાત કરી છે.