તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુજરાતની પ્રથમ હાઇટેક બિલ્ડિંગ:સુરતના વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સમાં લીફ્ટ 20 સેકન્ડમાં 15મા માળે પહોંચાડશે, આગ લાગે તો ત્રણ મિનિટમાં ધુમાડો ગાયબ થશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડીંગ તપે નહીં એટલે પ્લાસ્ટર વગર જ ગ્રેનાઇટ અને ગ્લાસને એલ્યુમિનિયમ ફ્રેમ પર ગોઠવાઇ
  • મે 2021 સુધીમાં સંભવત: ઓફિસનું એલોટમેન્ટ થઇ જશે
  • કોઇ પણ ખૂણામાંથી તડકો ન લાગે તેના આયોજન માટે 1 વર્ષ સુધી અભ્યાસ કરાયો

ડ્રીમ સિટીમાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સને કોરોનાની અસર નડી જતાં વર્ષ 2020ની જગ્યાએ હવે મે-21 સુધીમાં પૂર્ણ કરીને ઓફિસધારકોને ઓફિસ એલોટ કરી દેવાનું પ્લાનિંગ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલી રહ્યું છે. 4500 જેટલી ઓફિસ ધરાવતા 9 ટાવરનું 70 ટકા જેટલું બાહ્ય કામ પૂર્ણ થઈ જવાની સાથે બિલ્ડીંગનું આંતરિક ડેવલોપમેન્ટ પણ મોટાભાગે થઈ ચૂક્યુ છે. સામા તહેવારોને જોતાં ટૂંક સમયમાં જ બુર્સની આંતરિક ઝલક ઓફિસધારકો જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

દિવ્ય ભાસ્કરની ટીમે 66 લાખ સ્કે.ફૂટમાં ખજોદ ખાતે આકાર લઈ ચૂકેલા સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી છે. જેમાં બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ આ મહાકાય પ્રોજેક્ટમાં ઓછું મેઈન્ટેનેન્સ કઈ રીતે આવે તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ફાયર જેવી આકસ્મિક ઘટનાઓ માટે એડવાન્સ સિસ્ટમ અંગે માહિતી મેળવી છે. આ અંગે બુર્સ સાથે સંકળાયેલા આગેવાન મથુર સવાણી જણાવે છે કે, આવનારા થોડા દિવસોમાં સંભવત: નવરાત્રિ પછી ઓફિસધારકો અને હીરા ઉદ્યોગકારો બુર્સની આંતરિક વિઝીટ પણ લઈ શકે તે માટેનું આયોજન હાલ ચાલી રહ્યું છે. વધુમાં, સંભવત: મે-2021 સુધીમાં ઓફિસ ધરાવનારાઓને એલોટમેન્ટ કરી દેવાશે.

વિદેશથી મજબૂત ફાયર સિસ્ટમ
પ્રત્યેક ઓફિસની બહાર ફાયર ઈન્ડીકેટર સાથે સ્પેશિયલ ફાયર એક્ઝિટ તૈયાર કરાયું છે. બિલ્ડીંગના ફાયર એક્ઝિટ પર મુકવામાં આવેલા ડોર 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે. જે-તે જગ્યાએ લાગેલી આગનો ધુમાડો ઝડપથી ખેંચી લઈને ટેરેસ પર મુકેલી ચીમની મારફતે બહાર ફેંકી દેશે.

340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ
ડાયમંડ બુર્સમાં અત્યાર સુધીની સૌથી લાંબી 340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ કે જે બુર્સની અંદરનું તાપમાન 5 ડિગ્રી સુધી ઓછું કરશે.

બીબીટી પાવર સિસ્ટમ
બઝબાર ટ્રન્કીંગ સિસ્ટમથી ઈલેક્ટ્રિસિટી લાઈન પ્રત્યેક ટાવર પર પસાર કરાઇ છે. આ એકમાત્ર ગિફ્ટ સિટીના ગિફ્ટ ટાવર-1ની જીઈઆરસીના બિલ્ડીંગમાં લગાડવામાં આવી છે. જેના કારણે એક ફ્લોર પર થયેલા વીજ વિક્ષેપનની અસર અન્ય ફ્લોરને નહીં થાય ઉપરાંત, નાનામાં નાનો ઈલેક્ટ્રીક્ટ ફોલ્ટ પણ શોધી શકાય.

લીફ્ટમાં ડેસ્ટિનેશન કંટ્રોલરની સુવિધા
બુર્સની 128 લિફ્ટ સ્પીડમાં કામ કરે તે માટે ડેસ્ટિનેશન કંટ્રોલર મુકાયા છે. જ્યાં પ્રતિ વ્યકિત પોતાના ફ્લોર નંબર દબાવતાં 8 પૈકી કઈ લિફ્ટમાં તેમણે મુસાફરી કરવાની છે, તે ડેસ્ટિનેશન કંટ્રોલર નક્કી કરશે.

બુર્સની વિશેષતાઓ

  • ઈન્ટરનેશનલ નોર્મ્સ: તૈયાર થયેલા પ્રોજેક્ટમાં ઈન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે 2 બિલ્ડીંગ વચ્ચે 200 ફૂટનું જ્યારે કુલ સ્પેશ 6000 મીટરની રહે છે.
  • સનપાથ એનાલિસિસ: વર્ષ દરમિયાન બિલ્ડીંગનું કોમ્પ્યુટરાઈઝ્ડ મોડેલ બનાવીને સૂર્યનો તડકો કઈ તરફથી અને કેટલો આવે છે, તેમજ સિઝન પ્રમાણે તડકાની અસર તપાસાયું, ગ્રાઉન્ડ પર ઉભા રહેનારને તડકો નહીં લાગે.
  • વિન્ડરોઝ એનાલિસિસ: બિલ્ડીંગના ઓપન વિસ્તારમાં આવનારને પુરતા પ્રમાણમાં હવા લાગે તથા પ્રોજેક્ટના મુખ્ય સ્પાઈનમાં પણ પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ પહોંચે તે માટે વિન્ડરોઝ એનાલિસિસ કરવામાં આવ્યું છે.
  • ડ્રાયક્લેડિંગ સિસ્ટમથી ગ્રેનાઈટ-ગ્લાસનું ફિટીંગ: બાહ્ય ભાગે ગ્લાસ-ગ્રેનાઈટ વર્ક પણ ડ્રાયક્લેડિંગ સિસ્ટમથી કરાયું છે. જેથી દિવાલ અને ફ્રેમવર્ક વચ્ચે મર્યાદિત અંતર રહેવાથી બહારની ગરમી અંદર ઓછી પ્રસરે છે.
  • 400 કેવી સોલાર રૂફ, 1.8 MLD એસટીપી પ્લાન્ટ: બિલ્ડીંગની ઈમારત પર 400 કેવી સોલાર રૂફ મુકવાની સાથે 1.8 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જે થકી વિજળી અને પાણીની પણ મોટાભાગની બચત થઈ શકશે.

ભારત બૂર્સ કરતાં 4 ગણી મોટી ઓફિસ
300,500,1000 અને 1500 એમ 4 અલગ-અલગ સ્કે.ફૂટનું કદ ધરાવતી ઓફિસ આ 9 ટાવરમાં તૈયાર કરવામાં આવી છે. જેના માટે કમિટી મેમ્બર્સની 128 જેટલી મિટીંગ્સ મળી છે. ભારત ડાયમંડ બુર્સ(બીડીબી)મુંબઈની સરખામણીએ સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર 1 ઓફિસ ત્યાંની 4 ઓફિસ જેટલી મોટી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો