તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજ:દર વર્ષે 100 કરોડનું સોનું વેચાતું, બંધના કારણે રૂ. 10 કરોડનું જ વેચાણ થઈ શક્યું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 ગ્રામ સુધીના સિક્કાનું ઓનલાઇન વેચાણ થયું

કોરોનાને કારણ નાના-મોટા તમામ પ્રકારના ધંધા કરતા લોકોને ભારે નુકસાન થયું છે. 14મીએ અખાત્રીજ આ વખતે બંધને કારણે અખાત્રીજનો તહેવાર હતો. આ દિવસે દર વર્ષે 100 કરોડથી પણ વધુનાં સોનાનાં ઘરેણાનું વેચાણ થાય છે. જોકે આ વર્ષે કોરોનાને લીધે દુકાનો બંધ હોવાથી ઓનલાઇન માત્ર 10 કરોડના સોનાનાં ઘરેણાનું વેચાણ થયું હતું. ઓનલાઇનમાં 10 ગ્રામ સુધીના સોનાના દાગીના વેચાયા હતા. જેની ડિલિવરી જ્વેલર્સ 18મી પછી કરશે. એક્પર્ટ્સે જણાવ્યા પ્રમાણે લગ્નસરાની સિઝનની કુલ ખરીદીનાં 20 ટકા તો માત્ર અખાત્રીજના દિવસે જ થાય છે.

કેટલાક લોકોએ તો ફક્ત શુકન સાચવવા માટે જ ખરીદી કરી હતી. અમે અખાત્રીજના દિવસે દુકાનો ખોલવા માટે સરકાર પાસે મંજુરી માંગી હતી. સ્થાનિક તંત્રને પણ જ્વેલર્સ દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો છે. પરંતુ રાજ્ય સરકારની ગાડાઈલાઈનને જોતા દુકાનો બંધ રાખવાનું સૂચન હતું.

ઘણા લોકોએ માત્ર શુકન સાચવવા રોકાણ કર્યું
​​​​​​​સુરત જ્વેલર્સ એસો.ના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, અમે અખાત્રીજના દિવસે દુકાનો ખોલવા માટે સરકાર પાસે મંજુરી પણ માંગી હતી. ઘણા લોકો ઘરેણાની ડિલિવરી અખાત્રીજના દિવસે લીધી હતી. તેની ડિલિવરી 18મી મે પછી કરવામાં આવશે. કેટલાકે શુકન પૂરતું રોકાણ કર્યું હતું.

લગ્નસરાની 20 % ખરીદી અખાત્રીજમાં થાય છે
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ નૈનેશ પચ્ચિગરે જણાવ્યું હતું કે, લગ્નના ઘરેણાની ડિલીવરી લોકો અખાત્રીજના દિવસે લેવાનું પસંદ કરે છે. લગ્નસરાની સિઝનની 20 ટકા ખરીદી અખાત્રીજમાં થતી હોય છે. અખાત્રીજે જ્વેલર્સને અંદાજે રૂ. 100 કરોડનો વેપાર મળતો હોય છે. જોકે, લોકડાઉનવને લીધે આ વર્ષે ઓનલાઇન 10 કરોડનું જ બુકિંગ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...