• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Purchase Of Gold And Silver Jewelery In Surat At Dhanteras, Sales Increased By 35% Compared To Last Year, Trade Is Likely To Be 130 Crore

ધનતેરસે 'ગોલ્ડન' ખરીદી:સુરતમાં સોના-ચાંદીના દાગીનાની ધૂમ ખરીદી, ગત વર્ષની સરખામણીએ 35% જેટલું વેચાણ વધ્યું, 130 કરોડનો વેપાર થવાની શક્યતા

સુરતએક મહિનો પહેલા
ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના લોકો ઉમટી પડ્યા.
  • ધનતેરસના દિવસે સારો એવો વ્યાપાર થવાની જ્વેલર્સોની આશા
  • પુષ્યનક્ષત્રમાં બાકી રહી ગયેલા, લગ્નસરાની ખરીદી કરનારા પણ ઉમેરાશે

ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના કે લગડી ખરીદીને પણ શુકન સાચવવામાં આવતું હોય છે. સુરતમાં ધનતેરસના દિવસે સવારથી જ લોકોની કતારો જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી હતી. ધનતેરસ હોવાના કારણે કેટલાય લોકોએ એડવાન્સમાં જ લગડી સોના ચાંદીના દાગીના સહિતનું જ્વેલરીનું એડવાન્સ બુકિંગ પણ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ 35% જેટલું ચાંદીના વાસણો સહિત ગણેશજી અને લક્ષ્મીજીના સિક્કાઓનું વેચાણ વધ્યું હોવાનું જ્વેલર્સોનું અનુમાન છે. જ્યારે 130 કરોડના સોના-ચાંદીના દાગીના વેચાવાનો મત જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે.

ધનતેરસને લઈને જ્વેલર્સ લોકોની કતારો જોવા મળી
કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ આ વર્ષે સંક્રમણ ઓછું થતા સરકારે છૂટછાટ આપી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી બજારોમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. તેમાં પણ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ લોકો ખરીદી કરતા પણ નજરે ચડી રહ્યા છે. દિવાળીના તહેવાર પહેલા પુષ્ય નક્ષત્રમાં પણ 80 કરોડની આસપાસનો વ્યાપાર જ્વેલર્સને ત્યાં નોંધાયો હતો. જેથી ધનતેરસના દિવસે પણ સારો એવો વ્યાપાર થવાની આશા જ્વેલર્સો સેવીને બેઠા છે. આ ઉપરાંત સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો હોવાથી ધનતેરસને લઈને લોકોની કતારો જોવા મળી હતી. આ ઉપરાંત છેલ્લી ઘડીએ ઘસારો અટકાવવા માટે અનેક લોકોએ એડવાન્સમાં બુકિંગ કરી પણ દીધા હોવાની વિગતો મળી હતી.

સવારથી જ લોકોની કતારો જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી.
સવારથી જ લોકોની કતારો જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી.

સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની
ધન તેરસના દિવસે સોના ચાંદીના દાગીનામાં સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની કરવામાં આવતી હોય છે. જ્યારે કેટલાક લોકો સોના ચાંદીની લગડી પણ ખરીદતા હોય છે. ચાંદીના વાસણમાં ગ્લાસ, ભગવાનને લગતા વાસણ જેવા ચાંદીની થાળી, વાસળી, ચમચી, લોટો જેવા વાસણની ખરીદી પણ કરવામાં આવી રહી છે.

સોના ચાંદીના દાગીના સહિતનું જ્વેલરીનું એડવાન્સ બુકિંગ પણ કરી દીધું.
સોના ચાંદીના દાગીના સહિતનું જ્વેલરીનું એડવાન્સ બુકિંગ પણ કરી દીધું.

130 કરોડમાંથી 30 ટકા જેટલા ચાંદીના વાસણો વેચાશે
ધનતેરસ નિમિત્તે 130 કરોડના સોના-ચાંદીના દાગીના વેચાવાનો મત જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે. 130 કરોડના દાગીનામાંથી 30 ટકા જેટલા ચાંદીના વાસણો વેચાશે. પુષ્ય નક્ષત્રમાં જેમની ખરીદી બાકી રહી ગઈ છે તેઓ આ દિવસે ખરદી કરશે. લગ્નની ખરીદી પણ થશે.

ચાંદીના વાસણો સહિત ગણેશજી અને લક્ષ્મીજીના સિક્કાઓનું વેચાણ વધ્યું હોવાનું જ્વેલર્સોનું અનુમાન.
ચાંદીના વાસણો સહિત ગણેશજી અને લક્ષ્મીજીના સિક્કાઓનું વેચાણ વધ્યું હોવાનું જ્વેલર્સોનું અનુમાન.

ગત વર્ષ કરતા ઘણો સારો બિઝનેસ થવાની શક્યતા
જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે બિઝનેસ નહોતો. પણ પુષ્ય નક્ષત્રમાં જેમ લોકોએ જ્વેલરી ખરીદી કરવા માટે ઉત્સાહ દાખવ્યો છે તેવી જ રીતે ધનતેરસમાં પણ લોકો વધારે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરે તેવી શક્યતા છે અને જ્વેલર્સની ધનતેરસ સારી જશે.

સોના ચાંદીના દાગીનામાં સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની.
સોના ચાંદીના દાગીનામાં સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની.

વાસણ ખરીદીનો ટ્રેન્ડ
ધનતેરસમાં શૂકન માટે પણ લોકો સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરતાં હોય છે. સોનાની સાથે સાથે ચાંદીના વાસણોની પણ ખરીદી થતી હોય છે. સુરતમાં 125 કરોડના સોના-ચાંદીના દાગીના વાસણો વેચાશે જેમાંથી 39 કરોડ રૂપિયાના ચાંદીના વાસણો વેચાવાનો સુરતના જ્વેલર્સો મત વ્યક્ત કરી રહ્યાં છે.