તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પુણામાં માસ્ક વગર જતાં યુવક પાસે દંડ માંગતા TRBને તમાચો માર્યો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારચાલક સહિત 2 સામે ગુનો નોંધ્યો

પુણા નિયોલ ચેક પોસ્ટ પાસે ઈકો કારના ચાલકે માસ્ક અને સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી ટીઆરબી જવાને ચાલકને અટકાવ્યો હતો. જેથી રોષે ભરાયેલા કારના ચાલક સહિત 2 જણાએ ટીઆરબીને તમાચો ઠોકી દઈ માર માર્યો હતો. એટલું જ નહિ ટ્રાફિક પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને બન્ને જણા પોલીસની સાથે દાદાગીરી કરી ત્યાંથી કાર લઈ રવાના થયા હતા. ટ્રાફિક શાખામાં રીજીયન-2માં ફરજ બજાવતા પો.કો. કલ્પેશ ગીલાએ પુણા પોલીસમાં ફરિયાદ આપી છે.

જેના આધારે પોલીસે ઈકો કારના ચાલક સહિત બે જણા સામે ગુનો નોંધ્યો છે. 27મી માર્ચના રોજ સવારે પુણા નિયોલ ચેક પોસ્ટ નવા બંધાતા બ્રીજ પાસે વાહન ચેકિંગમાં ટ્રાફિક પોલીસ કલ્પેશ અને ટીઆરબીનો જવાન ઉમેશ માવજી વાહન ચેકિંગમાં ઊભા હતા. દરમિયાન પોલીસે એક ઈકો કારને અટકાવી હતી. કારના ચાલકે અને તેની બાજુમાં બેઠેલા યુવકે માસ્ક પહેર્યું ન હતું અને સીટ બેલ્ટ પણ બાંધ્યો ન હતો. આથી પોલીસે દંડ ભરવાની વાત કરી તો કારનો ચાલક અકળાયો હતો. કારના ચાલકે બૂમાબૂમ કરી પોલીસની સાથે અભદ્ર વર્તન કર્યુ હતું.

કારના ચાલકે ટીઆરબીના જવાન ઉમેશને તમાચો ઠોકી અને પોલીસકર્મીની સાથે ઝપાઝપી કરી હતી. વાત નહીં અટકતા સ્થાનિક પોલીસકર્મીએ કાર અને બન્ને આરોપીઓના ફોટા પાડી લીધા હતા. જેના આધારે પોલીસે બન્ને યુવકોને ઈકો કારના નંબર આધારે શોધખોળ કરવા આગળની તજવીજ શરૂ કરી છે. પોલીસ કારના ચાલક તેમજ તેમની સાથે રહેલા યુવકને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો