• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Going Out With His Wife, Eating In Hotels, Insisting On 4 Pairs Of Clothes In A Week, The Husband Said 'Juda Rahee E Posashe'

મોબાઇલ કરાવે છે ઘરમાં મોકાણ:પત્નીની બહાર ફરવું, હોટલમાં જમવું, સપ્તાહમાં 4 જોડી કપડાંની જીદ સામે પતિએ કહ્યું ‘જુદા રહીએ એ પોસાશે’

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરતમાં યોજાયેલી લોકઅદાલતમાં નાની-નાની વાતે ઝઘડાના કેસ વધારે આવ્યા
  • સંયુક્ત કુટુંબ, મોબાઇલ અને ઘરકંકાસ જુદા થવાનું કારણ

સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં પારિવારીક વિવાદોના અનેક કેસોમાં સમાધાન થયું હતું. તો કેટલાંક કેસમાં દંપતી સાથે ન રહી જ શકે એમ ન હોય જુદા થયા હતા. જેમાં કેટલાક પરિવારના માળા ફરી બંધાયા એવા કેસોમાં સંતાનો સેતુ સમાન બન્યા હતા. તો જે કેસમાં દંપતી જુદા થયા તેમાં સંયુક્ત કુટુંબમાં પત્નીને નહીં રહેવાની જીદ, મોબાઇલની આદત અને ઘરકંકાસનો ઇશ્યુ મુખ્ય હતો.

એડવોકેટ સોનલ શર્મા અને જલ્પા રૂપારેલીયા કહે છે કે, સાંપ્રત સમયમાં નાની-નાની વાતોમાં પતિ-પત્નીના ઝઘડાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. યોગ્ય કાઉન્સિલિંગ થાય તો મામલો શાંત પડતો હોય છે. પરંતુ અનેક કેસ કોર્ટ સુધી પહોંચે પણ છે. દરમિયાન આજની લોક અદાલતમાં 45 હજાર જેટલાં કેસોનો નિકાલ કરાયો હતો.

અઠવાડિયે એકવાર ફિલ્મ જોવા ડિમાન્ડ રહેતી હતી
એડવોકેટ અશ્વિન જોગડિયાએ કહ્યું કે એક કેસમાં પતિ અને પત્ની દસ વર્ષના તેઓના લગ્નજીવનમાં સતત ઝઘડતા રહ્યા, જેથી ઘરકંકાસ વધ્યો હતો. એકતરફ પત્નીને સંયુક્ત કુટુંબમાં રહેવુ નહતું. ઉપરાંત મોટી જ હોટલમાં જમવુ, ફરવા જવુ ઉપરાંત અઠવાડિયે એકવાર ફિલ્મ જોવી વગેરે ડિમાન્ડ રહેતી હતી. બીજીતરફ પતિ સમક્ષ આ પ્રશ્નો આવીને ઉભા રહ્યા હતા. વર્ષ 2021માં પત્ની પિયર જતી રહી અને બાદમાં શનિવારે લોક અદાલતમાં દરમિયાન બંને જુદા થયા હતા.

પ્રેમલગ્ન થયા બાદ ઝઘડા, દીકરીના લીધે એક થયા
એડવોકેટ પ્રિતી જોષી કહે છે કે, તેમના અનેક કેસોમાં બધામાં જ સમાધાન થયું હતું. એક કેસમાં પ્રેમલગ્ન બાદ દંપતી વચ્ચે ઝઘડાં વધ્યા. એક પુત્રી અવતરી પરંતુ બંને એક વર્ષથી અલગ રહેવા લાગ્યા, આખરે સમાધાનમાં બંનેએ દીકરીનું હિત જોયુ અને એક થયા. એક કેસમાં પત્નીએ પિયર જઇ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો. જોકે, આ કેસમાં પણ પુત્રીના લીધે તેઓ એક થયા અને કેસ પરત ખેંચ્યો હતો. અન્ય કેસમાં તો ઘરેલું હિંસામાં કેસ થઇ ગયો હોવા છતાં દંપતીએ સમાધાન કરી લીધું હતું.

મોટર અકસ્માતના કેસમાં એક કરોડનો ચેક અપાયો
​​​​​​​લોક અદાલતમાં મોટર અકસ્માતના એક કેસમાં 1 કરોડનો ચેક અરજદારને અપાયો હતો. આ ઉપરાંત ફેમિલી કોર્ટના 300થી વધુ કેસ પણ રજૂ થયા હતા. કુલ 45 હજારથી વધુ કેસોમાં અંદાજે 138 કરોડના સેટલમેેન્ટ કરાયા હતા. અકસ્માતના 134 કેસોનો નિકાલ કરાયો હતો. આજની લોક અદાલતમાં ફેમિલી કોર્ટ, ગ્રાહક સુરક્ષા સહિતના કેસો રજૂ કરાયા હતા. એડવોકેટ સ્વાતી મહેતા કહે છે કે, અકસ્માતના કેસોમાં આર્થિક રીતે રાહત મળતા જે તે પરિવારને મોટી રાહત થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...