હુકમ:સચિન સરકારી અનાજ કૌભાંડ કેસમાં ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો-પોલીસે ઘઉં, ચોખા, તુવેરદાળ ભરેલી 1500 ગુણી સાથે 3 ટેમ્પા પકડ્યા હતા
  • કૌભાંડ મુદ્દે પુરવઠા વિભાગે રિપોર્ટ તૈયાર કર્યો, કલેકટરના હુકમ બાદ ફરિયાદ થશે

સચિન સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાંથી લાખોની કિંમતનું અનાજ બારોબાર સગેવગે કરી દેવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોડાઉનના મેનેજર પ્રીતિ ચૌધરીનેે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ અંગે એક રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સચિનમાં આવેલા સરકારી ગોડાઉનમાંથી ઘઉં, ચોખા અને તુવેરદાળ ભરેલી 1500 જેટલી ગુણીઓ ભરેલા કુલ 3 ટેમ્પા સ્થાનિક લોકો અને પોલીસે પકડી પાડ્યા હતા. ગરીબોના અનાજનો મોટો જથ્થો વેચી મારવામાં આવ્યો હોવાની જાણ થતા ગાંધીનગરથી 2 ટીમ સુરત આવી હતી અને તપાસ શરૂ કરી છે. જ્યારે સુરત જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ ગુરૂવારે પુરવઠા અધિકારી એન.પી.સરવૈયાએ સચિન સરકારી અનાજના ગોડાઉનના મેનેજર પ્રીતિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ આખા પ્રકરણમાં પુરવઠા િવભાગએ એક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. આ કૌભાંડમાં મુખ્ય શંકાસ્પદ મેનેજર પ્રીતિ ચૌધરી ઉપરાંત પકડાયેલા 3 ટ્રકના ડ્રાઇવરો, ટ્રકના માલિક સહિતના 8 જણાના નિવેદન લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનાજ ક્યાં સગેવગે કરવામાં આવતું હતું. વગેરેની નોંધ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. પુરવઠા અધિકારી દ્વારા આ રિપોર્ટ જિલ્લા કલેકટરને સબમીટ કરવામાં આવશે.

બાદમાં કલેકટરના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગરીબોના મોઢામાંથી અનાજ છીનવી લઇને વેંચી નાખતા અનાજ માફિયા સામે જિલ્લા કલેકટરે પણ કડક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ કરવા માટેનો આદેશ કર્યો છે. ત્યારે આ રિપોર્ટ બાદ કલેકટરના આદેશને બાદ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યાત છે.

ગાંધીનગરની ટીમની તપાસ ચાલી રહી છે
અનાજ સગેવગે કરવાના પ્રકરણમાં ગાંધીનગરની ટીમ તપાસ કરી રહી હતી. ત્યારે ગાંધીનગરથી વધુ એક ટીમ તપાસ અર્થે આવી છે. આ ટીમની ચોથા દિવસે પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...