સુરત:મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતા મોત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક શિક્ષક અને હાડકું ફસાયું હોવાનો એક્સરે - Divya Bhaskar
મૃતક શિક્ષક અને હાડકું ફસાયું હોવાનો એક્સરે
  • હાડકું બહાર કાઢી ઘરે મોકલી આપ્યા બાદ તબિયત લથડી હતી
  • એક્સ-રેમાં છાતીમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું

મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકના ગળામાં બકારાનું હાડકું ફસાઈ ગયા બાદ સુરત સિવિલમાં રિફર કરાતા મોત થયું છે. ધુલિયાની સિવિલ હોસ્પિટલમાં હાડકું બહાર કાઢી લેવાયા બાદ તબિયત લથડી હતી. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શિક્ષકની તબિયત લથડતા ધુલિયાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
શિક્ષકની તબિયત લથડતા ધુલિયાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા

હાડકું બહાર કાઢી ઘરે મોકલી આપ્યા
મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલી રાજેશ્વર સોસાયટી શ્રી રામ પુડલિંક બલહે (ઉ.વ. 47) 18 વર્ષની એકની એક દીકરી અને પત્ની રહેતા હતા. શ્રી રામ 1994થી જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત 23મી ઓગસ્ટે ભોજનમાં માશાહારમાં બકરાનું મટન આરોગ્યા બાદ હાડકું ગળામાં ફસાઈ ગયું હતું. તાત્કાલિક નજીકની ધુલિયા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાડકું બહાર કાઢી ઘરે મોકલી આપ્યા હતા.

શિક્ષકના એક્સ-રેમાં છાતીમાં પાણી અને અન્નનળીમાં કાણું પડી ગયું હોવાનું જણાયું હતું
શિક્ષકના એક્સ-રેમાં છાતીમાં પાણી અને અન્નનળીમાં કાણું પડી ગયું હોવાનું જણાયું હતું

અન્નનળીમાં કાણું પડી ગયું હતું
હાડકું બહાર નીકળી ગયા બાદ ફરી તબિયત બગડી એટલે ખાનગીમાં લઈ ગયા હતા. જ્યાં છાતીના એક્સ-રેમાં છાતીમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં અન્નનળીમાં કાણું પડ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. 27મીએ સિવિલ આવેલા શ્રી રામનું રાત્રે 11:40 કલાકે મોત નીપજ્યું હતું. જેથી પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.