તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ગોએરની 7 ફ્લાઇટ એપ્રિલના બદલે હવે મે માસમાં શરૂ થશે

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડિપોઝીટ નહીં ભરતા એગ્રિમેન્ટ પ્રક્રિયામાં વિલંબ

ગોએર દ્વારા સાત ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે આ સેવા શરૂ થતાં વિલંબ થઇ શકે છે. કેમ કે ગોએરના મેનેજમેન્ટે સુરત એરપોર્ટ ટર્મિનલમાં ઓફિસ સ્પેસ માટે ડિપોઝિટ હજી સુધી ભરવામાં આવી નથી. આ સાથે ગોએરના સંચાલકો અને સુરત એરપોર્ટની વચ્ચે હજી સુધી એગ્રિમેન્ટ પ્રક્રિયાની પણ શરૂઆત થઇ નથી. ગોએર માટે સુરત એરપોર્ટ ટર્મિનલ પર ચેક ઇન કાઉન્ટર માટેની જગ્યાનું પણ હાલ કોઇ નક્કી થયું નથી. આ કારણો પરથી કહી શકાય કે ગોએરની નવી સાત ફ્લાઇટ શરૂ થતાં હજી યાત્રીઓને મહિના સુધી રાહ જોવી પડી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગોએરની નવી સાત ફ્લાઇટ માટે સ્લોટની મંજુરી આપી દીધી છે.જેથી ગોએર દ્વારા નવી ફ્લાઇટ માટેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી અને શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યુ હતું. જો કે સમર શિડ્યુલ આ વખતે માર્ચની જગ્યાએ 9 થી 15 એપ્રિલ સુધી લાગુ રહેશે. જેથી 28 માર્ચથી શરૂ થનારી નવી ફ્લાઇટ 1 મેથી શરૂ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો